દેશરમત જગત

હર હર ગંગેના જયકારા સાથે જ્હોન્ટી રોડ્સે ગંગામાં લગાવી ડૂબકી, જણાવ્યું ગંગા સ્નાનનું મહત્વ

60views

દૂનિયામાં એક સમયે જેની સર્વશ્રેષ્ઠ ફિલ્ડરમાં ગણના થતી હતી તેવા દક્ષિણ આફ્રિકાના જ્હોન્ટી રોડ્સ હાલમાં પોતાના પરિવાર સાથે ભારતમાં વેકેશન મનાવી રહ્યા છે. જ્હોન્ટી રોડ્સને ભારત પ્રત્યે અપાર લગાવ હોવાથી તેઓ જ્યારે પણ ભારત આવે છે ત્યારે અહીયા વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત અચૂક લે છે. બે દિવસ પહેલા તેમણે પવિત્ર યાત્રાધામ ઋષિકેશની મુલાકાત લીધી જ્યાં તેમણે ગંગામાં પવિત્ર સ્નાનનો લ્હાવો લીધો. ગંગા સ્નાનનો ફોટો પણ તેમણે પોતાના ટ્વીટર પર શેર કર્યો અને લખ્યું કે પવિત્ર ગંગાના ઠંડા પાણીમાં ડુબકી લગાવવાથી ભૌતિક અને આધ્યાત્મિક બંન્ને લાભ છે.

અલબત્ત જ્હોન્ટી રોડ્સને ભારત દેશ પ્રત્યે એટલો પ્રેમ છે કે તેમણે પોતાની દિકરીનું નામ પણ ઈન્ડિયા રાખ્યું છે. રોડ્સ આઈપીએલ માટે તેઓ ભારત આવ્યા છે. અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન ટીમના ફિલ્ડીંગ કોચ છે.