તાજા સમાચારદેશ

લોકસભામાં અધીર રંજને પોતાના પક્ષના જ સાંસદોને કહી દિધા “ખિસ્સા કાતરૂ”

લોકસભામાં હંગામો મચાવનારા સાંસદોને લોકસભા અધ્યક્ષે કડક કાર્યવાહી કરતા કોંગ્રેસના સાત સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા સાંસદોના બચાવને લઇને ભાજપ પર પ્રહાર કરવો કોંગ્રેસના નેતા અધિર રંજનને ભારે પડ્યો છે. લોકસભામાં અધિરરંજન ચૌધરીએ સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના સાંસદોને  ખિસ્સાકાતરૂ સાથે સરખાવી દિધા છે. જ્યાર બાદ સોશિયલ મિડિયામાં લોકો અધિર રંજનના નિવેદનની ઠેકરી ઉડાવી રહ્યા છે.

અધીર રંજનનું નિવેદન

કોંગ્રેસના સાસંદ અધિર રંજને પોતાના જ સાસંદોનો બચાવ કરતાં જે નિવેદન આપ્યું તેની ભારે ચર્ચા થઈ રહી છે. અધીર રંજને કહ્યું કે, અમે આસનનું સન્માન કરીએ છીએ. અમારા સાત સાસંદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સદનમાં અમે માગણી કરતાં આવ્યા છીએ કે દિલ્હી હિંસા પર ચર્ચા થાય પણ સાત સાંસદોને કયા આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ વાતની જાણકારી અમારી પાસે નથી. આ કોઈ નાની વાત નથી. કોંગ્રેસ નેતાએ પોતાના સસ્પેન્ડ સાંસદોને લઇને કહ્યું કે, ખિસ્સાકાતરૂ ને ફાંસીની સજા નથી મળતી.