દેશ

ગરમીનો ડંકો વાગશે રે…કોરોના ભાગશે રે…ડરવાની નહી સાવચેત રહેવાની જરૂર

 

  • ગરમીમાં કોરોના વાયરસની ગતિ મંદ પડશે – એક્સપર્ટ
  • 12 માર્ચ સુધી ગરમી વધવાની સંભાવના નહી
  • કોરોનાથી ડરવાની નહી, સાવચેત રહેવાની જરૂર

કોરોના વાયરસની દહેશત વચ્ચે એક સારા સમાચાર છે કે ગરમીમાં કોરોના વાયરસનો ફેલાવો ઓછો થઈ જશે. કેટલાક એક્સપર્ટના મતે ગરમી વધતા કોરોના વાયરસની ફેલાવાની ઝડપ ઘટી જશે. કારણ કે ગરમીમાં આવા વાયરસની ક્રિયાશીલતા ઘટી જાય છે અને ઓછા થવા લાગે છે..એટલે કે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતુ જશે તેમ તેમ કોરોના વાયરસની અસર ધીમી થવા લાગશે. પરંતુ હાલમાં વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધારે છે અને 12 માર્ચ સુધી તેમા બદલાવની કોઈ શક્યતા જણાતી નથી.

હવામાન વિભાગે થોડા દિવસો પહેલા માર્ચ, એપ્રિલ, મે મહિના દરમ્યાન ઉત્તર પશ્ચિમી, પશ્ચિમી અને મધ્ય ભારતમાં સામાન્યથી વધારે ગરમીની આગાહી વ્યક્ત કરી હતી. જોકે 6 થી 12 માર્ચ વચ્ચે મહત્તમ તાપમાન સામાન્યથી 2થી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછુ રહેવાની સંભાવના છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં દ્વારકા અને કચ્છમાં વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે.

સમગ્ર દેશ માટે હવામાન વિભાગે કરેલી આગાહી પરથી એટલુ તો તારણ લગાવી શકાય કે 12 માર્ચ સુધી ગરમીનું પ્રમાણ નહી વધે એટલે કે કોરોના વાયરસ ફેલાવવાની ઝડપ ઘટવાની સંભાવના જણાતી નથી. પરંતુ 12 માર્ચ બાદ ગરમીનું પ્રમાણ વધતા કોરોના વાયરસ ફેલવવાની ઝડપ ઘટવા લાગશે. કોરોના વાયરસથી ડરવાની જરૂર જરાય નથી માત્ર સાવચેત રહેવાની જરૂર છે.