તાજા સમાચારદેશ

લોકસભામાં હંગામો કરનાર કોંગ્રેસના 7 સાંસદોને સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરાયા

લોકસભામાં હંગામો મચાવનારા સાંસદો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત કોંગ્રેસના સાત સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર સત્ર માટે સાત સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના ભવનમાં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના સાત સાંસદ ગૌરવ ગોગોઇ, ટી.એન.પ્રતાપન, ડીન કુરિયાકોસ, રાજમોહન ઉન્નીથન, બૈની બહનાન, મણિકમ ટાગોર અને ગુરજિત સિંહને આખા બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સંસદનું બજેટ સત્ર 3 એપ્રિલ સુધી ચાલવાનું છે. ત્યારે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારથી જ વિપક્ષના લોકોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સાંસદોની હોબાળોથી વ્યથિત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બુધવારે ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો ન હતો. બિરલાએ મૌન રહીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આજે સતત બીજા દિવસે પણ તેમણે ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો ન હતો.

ત્યારે આ મુદ્દે અધ્યક્ષ મીનાક્ષી લેખીએ કહ્યું કે, સત્રની બેઠક દરમિયાન કોંગ્રેસના કેટલાક સભ્યોએ ગૃહની કાર્યવાહીથી સંબંધિત જરૂરી કાગળો બળજબરીથી છીનવી લીધા હતા અને ફેંકી દેવામાં આવ્યા હતા. જે સંસદીય ઇતિહાસમાં આવું દુર્ભાગ્યપૂર્ણ વર્તણૂક પહેલી વાર બન્યું છે.