દેશ

ભારતમાં રોલ્સ રોયસની સોનાથી મઢેલી ટેક્સી!!! જૂઓ કેવી દેખાય છે ? જાણો તેમાં સવારી કરવા કેટલા રૂપિયા ખર્ચવા પડે?

જૂઓ ટેક્સીમાં ફરતી સોનાની રોલ્સ રોયસ કાર

તમે આજ સુધી સોને મઢેલ અનેક ચીજ વસ્તુઓ જોઈ હશે પરંતુ શું તમે ક્યારેય સોનાની કાર અને એ પણ ટેક્સીમાં હોય તેવી કલ્પના કરી છે. સવાલ અહી એ પણ થાય કે કોઈ સોનાની કારને ટેક્સી તરીકે કેમ વાપરે પરંતુ આ હકિકત સાકાર થઈ છે ભારતમાં. જો આ ટેક્સીમાં તમારે મુસાફરી કરવી હોય તો તેના માટે તમારે કેરલ જવુ પડે. જ્યાં તમને આ સોનાની રોલ્સ રોયસ ટેક્સીમાં લક્ઝ્યુરીયસ મુસાફરી કરવા મળશે.

આ કારની બોડી પીળા રંગમાં બિલકુલ સોનાની જેમ ચળકે છે.

જાણો સોનાની રોલ્સ રોયસમાં મુસાફરી માટે કેટલા રૂપિયા ખર્ચવા પડે ?

કારના માલિકનું કહેવું છે કે સોનાની આ કાર એક રિસોર્ટના પેકેજનો હિસ્સો છે.  બેબી ચેમ્મનુર નામના વ્યક્તિએ આ કારને સોનેથી મઢાવી છે અને 25 હજાર રૂપિયામાં આ ગોલ્ડન ટેક્સીમાં મુસાફરીનો આનંદ લઈ શકાય છે.

જો આ કારની કિંમતની વાત કરીએ તો રોલ્સ રોયસ ફૈન્ટમના લેટેસ્ટ જનરેશનની ભારતમાં કિંમત 9.5 કરોડ રૂપિયા છે અને દેશના કેટલાક અમીરો અને બોલીવુડ અભિનેતાઓ આ મોડલની કાર વાપરે છે.

સોશિયલ મીડિયામાં લોકોએ ગણાવી બપ્પી લહેરીની કાર!!

સોશિયલ મીડિયામાં આ કાર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે શું આ કાર સંગીતકાર બપ્પી લહેરીની કાર છે.