દેશ

કોરોના વાયરસના ઈલાજ સામે મળશે હેલ્થ કવર, પોલિસી બનાવવા IRDAનો વીમા કંપનીઓને નિર્દેશ

79views

 

  • કોરોના સામે હેલ્થ કવર
  • ઈરડાનો વીમા કંપનીઓને નિર્દેશ
  • નવી પોલિસી તૈયાર કરવા કંપનીઓ માટે સર્ક્યુલર

ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જોકે આ તમામની વચ્ચે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરેટીએ વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ કોરોના વાયરસના ઈલાજ ને પોતાની પોલિસીમાં સામેલ કરે. ઈરડાન આ પગલાથી થોડાક જ દિવસોમાં હેલ્થ ઈન્સ્યોરન્સમાં કોરોના વાયરસનો ઈલાજ સામેલ થઈ જશે.

ઈરડાએ તમામ વીમા કંપનીઓને સર્ક્યુલર પાઠવીને કહ્યુ કે કોરોના વાયરસને આવરી લેતી પ્રોડક્ટની ડિઝાઈન તૈયાર કરે અને જો કોઈ દર્દી ઈલાજ બાદ ક્લેમ કરે તો તેની પણ ચૂકવણી કરવામાં આવે. ઈરડાએ વધુમાં આદેશ કર્યો કે કંપનીઓ ન માત્ર હોસ્પિટલનો ખર્ચો આપે પરંતુ ત્યારબાદ થતા ખર્ચાને પણ પોલિસીમાં સામેલ કરે. આ માટે સરકાર તરફથી એક પેનલનું પણ ગઠન કરાયુ છે જે કોરોના વાયરસ સાથે સંકળાયેલા ક્લેમની તપાસ કરશે.

હાલમાં કોરોના વાયરસનો નક્કર ઈલાજ શોધાયો નથી પરંતુ શરદી, તાવ, માથાનો દુખાવો જેવા લક્ષણોના આધારે તેનો ઈલાજ થઈ રહ્યો છે.

કોરોનાથી બચવાના ઉપાયો

કોરોના વાયરસથી બચવા સ્વચ્છતા ખૂબ જરૂરી

બહારથી ઘરમાં આવ્યા બાદ હાથ ધોવા

હાથ ધોવા માટે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો

ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું

ઘરથી બહાર નિકળતી વખતે N95 માસ્ક પહેરવું

અજાણી વ્યક્તિઓ સાથે હાથ મિલાવવાનું ટાળવું

બજારમાંથી ખરીદેલા કાચા ખાદ્ય પદાર્થો ધોઈને ઉપયોગમાં લેવા

શરદી, ખાંસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો

આંખ, નાક કે મોં પર વારંવાર હાથ લગાવવાથી બચો