તાજા સમાચારદેશ

J&K માં ભારતીય સેનાનું માનવતા ભર્યું કાર્ય જોઇને આપ પણ INDIAN ARMY ને કરશો સો સલામ

179views

કાશ્મીરમાં એક તરફ ભારતીય સેનાના જવાનો આતંકવાદ સામે લડી રહ્યા છે, તો બીજી તરફ ભારતીય સેનાના જવાનો દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે ઘણું કામ પણ કરી રહ્યા છે. ભારતીય સેના ઓપરેશન ઓલ આઉટ હેઠળ આતંકવાદીઓનો સફાયો કરી રહી છે. જ્યારે ઓપરેશન સદભાવના હેઠળ ભારતીય સેના લોકોની સેવા પણ કરી રહી છે.

Image result for indian army in j&k helping people

ભારતીય સેના ઉત્તર કાશ્મીરના બાંદીપોરના નાનકડા ગામ રામપુરામાં રહેતા ત્રણ ભાઈ-બહેનો માટે દેવદૂત સાબિત થઇ છે. ખરેખર, આ ત્રણ ભાઇ બહેનો પ્રજ્ઞાચક્ષુ છે. અને તેમનું ઘર એક ખુલ્લા નાળાની પડખે હતું, તેવામાં ત્રણેય ભાઇ બહેનો અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેવામાં ભારતીય સેનાના જવાનોએ પૈસા એકઠા કર્યા અને આ પ્રજ્ઞાચક્ષુઓ માટે એક ફુટ બ્રિજ બનાવ્યો જેથી તેમને રસ્તો ક્રોસ કરવામાં કોઈ તકલીફ ન પડે. ભારતીય સેનાના જવાનોએ ફુટ બ્રિજ બનાવવાની સાથે બે ઉચ્ચ ગુણવત્તાવાળા હાર્મોનિયમ અને અન્ય વસ્તુઓની ભેટ આ ભાઇ બહેનોને આપી છે.