ગુજરાત

દિલ્હીમાં CAA વિરોધની આડમાં પોલીસ પર કેવી રીતે થયો હુમલો ? સોશિયલ મીડિયામાં વાયરલ થયો કથિત વીડિયો

દિલ્હીમાં CAA વિરોધની આડમાં પોલીસ પર કેવી રીતે થયો હુમલો ? સોશિયલ મીડિયામાં વાયરલ થયો કથિત વીડિયો

જૂઓ દિલ્હી હિંસાના નામે વાયરલ થયેલો કથિત વીડિયો

દિલ્હીમાં CAA વિરોધમાં ફાટી નિકળેલી હિંસાના એક પછી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં દર્શાવાઈ રહ્યુ છે કે હિંસા કેવી રીતે ફાટી નિકળી. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. જેમાં દિલ્હીમાં સીએએ વિરોધની રેલી દરમ્યાન પોલીસ કેવી રીતે લોકોના પથ્થરમારાનો ભોગ બને છે તે જોવા મળે છે. જોકે પંચનામું આ વીડિયોનું પુષ્ટી કરતુ નથી. મોબાઈલ વીડિયોમાં જે ઘટના કેદ થઈ છે તે ખરેખર અરેરાટી ઉપજાવે તેવી છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ચાંદબાગના નામથી વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પોલીસ કેવી રીતે હિંસાનો ભોગ બને છે. રેલીને અટકાવાવનો પ્રયાસ કરતી પોલીસ પર પથ્થરોનો મારો ચલાવાઈ રહ્યો છે. સવાલ એ થાય કે આટલીવારમાં આટલા બધા પથ્થરો આવ્યા ક્યાંથી. હિંસક ટોળુ લાકડી લઈને પોલીસ પર હુમલો કરે છે તો શું રેલીમાં સામેલ અસામાજિક તત્વો લાકડીઓ અને હથિયારો સાથે આવ્યા હતા. તેમના ઈરાદાઓ ગમે તે ભોગે પોલીસને ટાર્ગેટ કરવાનો હતો તેવુ લાગી રહ્યું છે. આ દરમ્યાન ટોળુ એક પોલીસને ખેંચી જાય છે અને તેની જોરદાર પીટાઈ કરે છે. ટોળામાં મહિલાઓ પણ સામેલ છે તે જોઈ શકાય છે.