ગુજરાતદેશ

ગુજરાતમાં સંરક્ષણ ઉદ્યોગોને મળશે વેગ, રાજ્યનું પ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ સેન્ટર ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્થપાશે

 

  • ગુજરાતમાં પ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ સેન્ટર
  • અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્થપાશે સેન્ટર
  • ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સાયન્ટિસ્ટ એન્ડ ટેકનોલોજી અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ
  • ગુજરાતમાં સંરક્ષણ સંબંધિત ઉદ્યોગોને વેગ મળતા રોજગારી પણ વધશે

ગુજરાતમાં સંરક્ષણ સંબધિત ઉદ્યોગોની ભાગીદારી થકી રોજગારીનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકારે નવતર પ્રયાસ હાથ ધર્યો છે. રાજ્ય સરકારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતનું પ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ(SADS)  સેન્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ સેન્ટરના નિર્માણ માટે રાજ્ય સરકાર અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સાયન્ટિસ્ટ એન્ડ ટેકનોલોજી સાથે નવી દિલ્હી ખાતે એમઓયુ થયા છે. આ એમઓયુથી સંરક્ષણ સંબંધિત ઉદ્યોગોની ભાગીદારીથી રોજગારીની તકો સર્જાશે.

આ માટે ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ નોડલ પાર્ટનર જ્યારે આઈઆઈટી- રામ અમદાવાદ અને આઈડીએસટીની નોલેજ પાર્ટનર તરીકે નિયુક્તિ કરાઈ છે. ગુજરાત સરકાર અને આઈડીએસટી ગુજરાતમાં ડીફેન્સ સેક્ટરને આગળ લઈ જવા કાર્ય કરશે. જે માટે  જરૂરી નાણાંકીય અને બૌદ્ધિક સંશાધનો પણ ઉપલબ્ધ કરાવાશે.