ગુજરાત

ગુજરાતના વાતાવરણમાં પલટો, દ્વારકા- કચ્છમાં માવઠું

81views

 

  • રાજ્યમાં વાતારણમાં પલટો
  • દ્વારકા-કચ્છમાં કમોસમી વરસાદ
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું
  • જીરૂ, ચણા, ધાણા સહિતના પાકોને નુકસાનની ભીતિ

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ વરસાદી માહોલ શરૂ થયો છે. દ્વારકા અને કચ્છમાં કમોસમી માવઠુ થયુ છે. દ્વારકામાં ચોમાસામાં જેમ વરસાદ પડે તેવો વરસાદ થતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયુ જ્યારે કચ્છમાં લખપતના દયાપરમાં માવઠુ પડ્યું છે. આ ઉપરાંત ઉત્તરગુજરાતમાં ડીસામાં પણ વરસાદી માહોલ બંધાયો છે.

અમદાવાદ, સાળંદ, વિરમગામના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયુ વાતાવરણ છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે જેમાં ખાસ કરીને જીરૂ, ચણા, ધાણા સહિતના પાકને નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ છે. હજુ આવતીકાલે પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.