તાજા સમાચારગુજરાત

કોરોના વાયરસથી રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા ગુજરાત સરકાર સજ્જ છે – ડે.સીએમ. નીતિન પટેલ

સમગ્ર વિશ્વના અનેક દેશો કોરાના વાયરસની ઘાતક ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને આવા જીવલેણ વાઇરસથી સુરક્ષા આપવા આરોગ્યલક્ષી નિર્ણયો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની રૂપાણી સરકારે પણ રાજ્યની જનતાની સુરક્ષા માટે તૈયારી બતાવી છે.

કોરાના વાયરસના મુદ્દાને લઇને Dy CM નીતિન પટેલે જણાવ્યું છે કે, દેશના કેટલાંક રાજ્યોમાં કેસ સામે આવ્યાં છે. PM મોદીએ ટ્વિટ કરીને હૈયાધારણ આપી છે. કેન્દ્ર સરકાર બધા રાજ્યો સાથે સંપર્કમાં છે. અને  રાજ્યના એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરોનું ખાસ ધ્યાન રખાશે.

આ સાથે Dy CM નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યના સુરત અને અમદાવાદ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે અગમચેતીના ભાગ રૂપે અમદાવાદ-બેંગકોંકની ફલાઇટ 29 માર્ચ સુધી રદ્દ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં આઇસોલેશન વોર્ડ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.