તાજા સમાચારગુજરાત

ખેડૂતો માટે રાહતના સમાચાર: વિવિધ સહાય યોજનાઓની અરજી માટેનું “I- ખેડૂત” પોર્ટલ 30 એપ્રિલ સુધી ખૂલ્લુ રહેશે

રાજ્યની રૂપાણી સરકાર દ્વારા રાજ્યનો ખેડૂતો સરળતાથી તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો લોભ મેળવી શકે તે હેતુથી www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્‍યું છે. ત્યારે રૂપાણી સરકાર દ્વારા આ પોર્ટલને લઇને વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યના ખેડૂતો વિવિધ સહાય યોજનાઓનો લાભ લઇ શકે તે હેતુથી www.ikhedut.gujarat.gov.in પોર્ટલ આગામી તા. ૩૦,એપ્રિલ-૨૦૨૦ સુધી ખૂલ્‍લુ રહેશે.

રાજ્યના કૃષિ અને સંલગ્ન  ક્ષેત્રોના વિકાસમાં આયોજનબદ્ધ પગલાના ભાગરૂપે ઇ-ગ્રામ ઇન્ફ્રા સ્ટ્રેકચરની સવલતો ઉપયોગમાં લઇ, ખેડૂતોને વિવિધ કલ્યાઆણકારી યોજાઓનો લાભ તથા અદ્યતન કૃષિ વિષયક માહિતી ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુથી www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું  છે. ત્યારે રાજ્યના તમામ ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ વર્ષ ૨૦૨૦-૨૧માં ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લઇ શકે તે માટે ખેડૂતોએ તા. ૩૦-૪-૨૦૨૦ સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ તાલુકા કચેરીએ જમા કરાવવાની રહેશે