ગુજરાત

સોરઠનું સેલરા ગામ 24 કલાક પાણી મેળવતું પ્રથમ ગામ બનશે, ઓટોમેટિક સેન્સરથી મળશે પાણી

136views

જૂનાગઢમાં વંથલી તાલુકાના સેલરા ગામની 24 કલાક પીવાના પાણી આપવા પાઈલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરાઈ છે. આ સાથે જ સોરઠનું સેલરા ગામ 24 કલાક પાણી મેળવતું પ્રથમ ગામ બનશે. પાઈલોટ પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા 23.42 લાખ રૂપિયા મંજૂર કરાયા છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓના મતે સેલરા ગામે 92 લાખની પાણીની સ્ટોરેજ કેપેસિટીની ટાંકી ઉભી કરાશે. ઉપરાંત પાણી વિતરણ પાઈપલાઈન 10 હજાર લીટરનો ભૂગર્ભ પંપ, હયાત ઉભી ટાંકીનું સમારકામ, પમ્પિંગ મશીનરી સહિતની કામગીરી હાથ ધરાશે.

પાઈલોટ પ્રોજેક્ટ 6 મહિનામાં પૂર્ણ કરી ગામમાં ઘરે ઘરે મીટરથી પાણી અપાશે. સૌથી મહત્વની વાત એ છે કે આ ગામમાં ઓટોમાઈઝેશન સુવિધા ઉભી કરાશે એટલે કે ગામમાંથી કોઈને પાણી ચાલુ બંધ કરવું નહી પડે ઓટોમેટિક સેન્સરથી બધાને પાણી મળશે.