ગુજરાત

રાજકોટ આઈટીઆઈમાં મહિલાઓ માટે શરૂ થશે મોટર ડ્રાઈવિંગ સ્કૂલ,  ટ્રાફિક નિયમો અને કારના બેઝિક વિશે અપાશે માહિતી

69views

રાજકોટ આઈટીઆઈ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઈવિંગ સ્કૂલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજકોટ આઈટીઆઈની મેનેજમેન્ટ કમિટી અને પીજીવીસીએલ દ્વારા સામાજિક સેવાની જવાબદારી હેઠળ કાર અપાઈ છે. આ મહિલા મોટર ડ્રાઈવિંગ સ્કૂલમાં ડ્રાઈવિંગ શીખવા આવનાર મહિલાઓએ લર્નિંગ લાયસન્સ લેવું પડશે. સૌ પ્રથમ તાલીમાર્થી બેહેનોને ડ્રાઈવિંગના નિયમોની પ્રાથમિક જાણકારી અને માર્ગ સલામતીના નિયમોથી અવગત કરાશે. ત્યાર બાદ કાર અને તેના પાર્ટ્સ વિશે માહિતી અપાશે અને બાદમાં કાર ડ્રાઈવિંગની એક મહિનાની તાલીમ અપાશે.

માત્ર કાર ડ્રાઈવિંગ જ નહી પરંતુ ઈમજન્સીના સમયે કારના બેઝિક અંગે પણ માહિતી અપાશે. બેઝિક રિપેરિંગમાં સ્પેર વ્હીલ બદલવું, ટાયર બદલવા જેકનો ઉપયોગ કઈ રીતે કરવો, કાર ગરમ ના થાય તે માટે કુલન્ટ ચેક કરવું, એન્જિન ઓઈલ, બ્રેક ઓઈલ ક્યારે બદલવું, ટાયરમાં હવાનું દબાણ ચેક કરવા અંગેનું માર્ગદર્શન અપાશે.