તાજા સમાચારદેશ

પુલવામામાં આંતકવાદીઓને શરણ આપનાર પિતા-પુત્રી ઝડપાયા, તેમના જ ઘરમાં ઘડાયો હતો ભારતીય જવાનો પર હુમલો કરવાનો પ્લાન

181views

14 ફેબ્રુઆરી 2019 ના પુલવામા માં આતંકી હુમલામાં આપણા દેશના 40 થી વધુ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એર સ્ટ્રાઇક કરી આંતકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને મોદી સરકારની આવી કામગીરીના પગલે જમ્મુ કશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે બીજી તરફ એનઆઇએ પુલવામા ઘટનાની સઘન તપાસ હાથ ધરી છે. ત્યારે આ મામલે એજન્સીએ આતંકીઓને શરણ આપવાના ગુનામાં પિતા અને પુત્રીની ધરપકડ કરી છે. બન્ને પર આરોપ છે કે તેઓએ આ હુમલામાં મદદ કરી હતી.

આતંકીઓને આપી હતી શરણ

NIA દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં 50 વર્ષીય તારીક અહેમદ શાહ અને 23 વર્ષીય ઇંશા જાન છે. પુલવામામાં જે હુમલો થયો હતો તેને આદિલ અહેમદ ડાર, શકીર મેગરે દ્વારા અંજામ અપાયો હતો, આ આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે અને બન્નેને હુમલા પહેલા હાલ જે પિતા અને પુત્રીની ધરપકડ કરવામા આવી છે તેમણે આ આતંકીઓને શરણ આપી હતી. ત્યારે એજન્સીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ધરપકડ કરાયેલા બન્નેના ઘરનો ઉપયોગ પુલવામા હુમલામાં સામેલ આતંકીઓએ કર્યો હતો. આ ઘરમાં જ આતંકીઓએ હુમલો કેવી રીતે કરવો તેનો પ્લાન પણ તૈયાર કર્યો હતો.

આ જ ઘરમાં તૈયાર થયો વિસ્ફોટનો પ્લાન

આતંકીઓએ વિસ્ફોટને અંજામ આપ્યો તે પહેલા એક વીડિયો બનાવ્યો હતો, આતંકી ડાર દ્વારા જે વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો તેને આ ધરપકડ કરાયેલા પિતા પુત્રીના ઘરમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો. એનઆઇએના એક ટોચના અિધકારીએ જણાવ્યું હતું કે જે દિવસે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો તે દિવસે વિસ્ફોટ ભરેલી કાર શાકીર મેગ્રે ચલાવી રહ્યો હતો, જોકે જ્યારે કાર ટાર્ગેટ નજીક પહોંચી ને 50 મિટર દુર હતી ત્યારે જ તે નીચે કુદી ગયો હોવાથી બચી ગયો હતો.