ગુજરાત

હવે અમદાવાદ પોલીસ ઓળખાશે ISO સર્ટિફાઈડ પોલીસ તરીકે, સેવાની સારી ગુણવત્તા બદલ મળ્યું સન્માન

અમદાવાદ પોલીસે એક નવો ઈતિહાસ સર્જ્યો છે. અમદાવાદ પોલીસ ISO સર્ટિફિકેટ મેળવનારી પોલીસની હરોળમાં આવી ચૂકી છે.. અમદાવાદ શહેર પોલીસના તત્કાલિન કમિશનર એ. કે. સિંહે નવી પહેલના ભાગરૂપે શહેર પોલીસ માટે ISO સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. જે સન્માન હવે અમદાવાદ પોલીસને મળ્યું છે.

અમદાવાદ શહેર પોલીસના તાબા હેઠળની તમામ કચેરીઓ અને પોલીસ સ્ટેશન માટે ISO સર્ટિફિકેટ લેવાનો પ્રયાસ 2018થી હાથ ધરાયો હતો. જેની પાછળનો એક માત્ર હેતુ હતો કે પ્રજાને અમદાવાદ શહેર પોલીસ સારામાં સારી સર્વિસ અને ગુણવત્તા આપી શકે. આ સર્ટિફિકેટ લેવા માટે અમદાવાદ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોન પ્રમાણે એક નોડલ ઓફિસરની નિમણૂંક કરાઈ હતી.

ISO સર્ટિ એક ઈન્ટરનેશનલ એક્રેડિએશન છે જે કોઈ પણ સંસ્થા કે સર્વિસ ઓર્ગેનાઈઝેશનને સેવાની ગુણવત્તા ચકાસ્યા બાદ મળતું હોય છે. જેમાં સમય સાથે તમામ કાર્યપદ્ધતિ સરળ બનાવવાની વાતને પ્રાથમિક્તા અપાય છે. માત્ર ISO સર્ટી જ નહિ પણ તેની સાથે સાથે OSAS એટલેકે એન્વાયરમેન્ટલ સર્ટિ પણ લેવાયુ છે. ISO- 9000, ISO-14000, OSAS 18000 આ ત્રણ સર્ટિ મળતા અમદાવાદ પોલીસ ગૌરવની લાગણી અનુભવી રહી છે.