તાજા સમાચારદેશ

કોરોના વાઇરસ / ઇરાનમાં રહેતા ભારતીય માટે લેબ બનાવશે ભારત સરકાર,  4 વૈજ્ઞાનિકોને ઇરાન મોકલવામાં આવ્યા

કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને વિશ્વના લગભગ 60 દેશો આ વાયરસથી પ્રભાવિત છે. ત્યારે ભારતે વિદેશમાં રહેતા ભારતીયોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તૈયારી દર્શાવી રહ્યો છે. મોદી સરકાર દ્વારા ઇરાનમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે એક સ્ક્રિનિંગ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લિધો છે.

કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધને આ બાબતે જાણકારી આપતા કહ્યું કે, ઇરાનમાં રહેતા મૂળ ભારતીયોને સ્વસ્થ્ય રીતે પરત લાવવા માટે ભારત સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. જે માટે ઇરાનમાં એક સ્ક્રિનિંગ સેન્ટર શરૂ કરવામાં આવવાનું છે. આ સાથે જ ભારત સરકારે એક વૈજ્ઞાનિકને ઈરાન મોકલ્યો છે, જે ત્યાં કેમ્પ સ્થાપવામાં મદદ કરશે. આ સિવાય અન્ય ત્રણ વૈજ્ઞાનિકોને પણ ઇરાન મોકલવામાં આવી રહ્યા છે, જે ત્યાં હાજર ભારતીયોની તપાસ કરશે. સ્ક્રિનિંગ બાદ જ ભારતીયોને પરત આવવાની મંજૂરી આપવામાં આવશે.

આ સાથે તેમણે જણાવ્યું કે, ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના પરીક્ષણ માટે 15 લેબ્સ હતી. હવે સરકાર 19 નવી લેબ્સ તૈયાર કરી રહી છે. દેશમાં કુલ 28 કેસ નોંધાયા છે. જેમાંથી કેરળના 3 લોકો સાજા થયા છે, હવે ફક્ત 25 લોકોને કોરોનાનાં લક્ષણો છે. આ સાથે હવે ભારતમાં આવતા દરેક નાગરિકની એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવશે, અગાઉ ફક્ત 12 દેશોમાંથી આવતા લોકોને જ સ્ક્રીનીંગ કરવામાં આવતું હતું. એરપોર્ટ પર અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જ્યારે નેપાળ બોર્ડર પર 10 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.