તાજા સમાચારગુજરાત

તમારા વાહનની HSRP નંબર પ્લેટ માટે તમારા ઘર આંગણે આવશે RTO

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વાહનોમાં HSRP નંબર પ્લેટ ફરજીયાત કરી હોવા છતા લોકોમાં આ મુદ્દે નિરસતા જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા અનેક વખત HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતો વધારી છે તેમ છતાય લાખો વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવાની બાકી છે. ત્યારે સુરત RTO દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.

માત્ર સુરત શહેરની વાત કરવામા આવે હજુ પણ 5 લાખથી વધુ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવામાં આવી નથી. ત્યારે શહેરના તમામ વાહનોમાં ઝડપથી HSRP વાળી નંબર પ્લેટ લાગી જાય તે માટે સુરત આર.ટી.ઓ દ્રારા ડોર ટૂ ડોર અભિયાન શરૂ કરવામાં આવવાનું છે. જે અંતર્ગત સુરત આર.ટી.ઓ દ્રારા બાકી રહેલા વાહનોમાં HSRP વાળી નંબર પ્લેટ માટેની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં HSRP નંબર પ્લેટ મુદ્દે વિધાનસભામા ચર્ચા કરવામાં આવી હતી. HSRP નંબર પ્લેટ માટે સરકાર દ્વારા FTAને કામગીરી સોપાવમા આવી હતી. રાજ્ય સરકારને પ્લેટ નંબર અને કલર નીકળી જવાની ફરીયાદ મળી હતી. 36 ફરિયાદ મળતા સરકાર દ્વારા દંડ પેટે 25 લાખની વસુલાત કરી છે.