દેશ

યુપીના અલીગઢમાં પૈસા કમાવવા અને જમવાની લાલચે CAA વિરુદ્ધના ધરણામાં જતી હોવાની મહિલાની કબૂલાત

દિલ્હીના શાહીનબાગની જેમ યુપીમાં અલીગઢના ધરણા પણ ચર્ચામાં રહ્યા. છેલ્લા દોઢ મહિનાથી સ્થાનિક મહિલાઓ નાગરિક્તા કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે. જૂની ચૂંગી, શાહજમાલ અને જીવનગઢમાં ધરણા પર બેઠેલી મહિલાઓની પૂછપરછ કરતા પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સોમવારના રોજ ધરણામાં સામેલ થયેલી કેટલીક મહિલાઓના ઘરે જઈને પૂછપરછ કરી તો મહિલાઓએ સ્વીકાર્યુ કે તેમના પતિ ધરણામાં તેમને જબરજસ્તીથી મોકલતા હતા. મહિલાઓને પૈસા અને જમવાની લાલચ આપીને ધરણા પ્રદર્શનમાં લઈ જવાય છે. જોકે શરૂઆતમાં મહિલાઓ પોતાના પતિની સામે બોલતા અચકાતી પરંતુ બાદમાં તેમણે સ્વીકાર્યુ કે પૈસા મળતા હોવાથી તેઓ ધરણામાં જોડાઈ રહ્યા છે.

ધરણા પર બેઠેલી મહિલાઓમાં મોટા ભાગની મહિલાઓ નગલા પટવારી, ફિરદૌસ નગર, ભમોલા, જીવનગઢ, રેલવે લાઈન પાસેની ઝૂપડપટ્ટીઓમાં રહે છે. આ વિસ્તારમા રહેતા ફેરિયાઓની ભૂમિકા પણ પોલીસના શંકામાં દાયરામાં આવી છે. આઈબીના ઈનપુટ બાદ પોલીસ હવે ઉપદ્રવીઓની ઓળખ કરવા લાગી છે. હાલ તો પોલીસ એ તપાસ કરી રહી છે કે મહિલાઓને ધરણા મોકલવા માટે કોણ ફંડિંગ કરી રહ્યુ છે અને કોણ જમવાનું આપી રહ્યુ છે.

સાંભળો મહિલાએ જ કેવી રીતે ખોલી પોતાના પતિની પોલ