Featured|દેશદેશ

મહિલાઓ માટે સ્વર્ણિમ તક : આ રીતે તમે પણ સંભાળી શકશો PM મોદીનું ટ્વિટર-ફેસબુક એકાઉન્ટ, ફોલો કરો આ રીત

સોમવાર રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એખ ટ્વિટ કરી હતી જેને લઇને સોશિયલ મિડીયામાં હડકંપ મચી ઉઠ્યો હતો. ત્યારે આજ રોજ પીએમએ 16 કલાક બાદ પોતાના આ સસ્પેન્સ પરથી પડદો હટાવી લીધો છે. જેને લઇને પીએમ મોદીએ ટ્વીટ કર્યુ કે, મહિલા દિવસે તે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એ મહિલાઓને સમર્પિત કરશે જેનાથી તેઓ પ્રેરિત થયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવાની અટકળો પર રોક લગાવી દીધી છે. એક ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે આગામી મહિલા દિવસ એટલે કે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસે તેઓ તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટને તે મહિલાઓને સંભાળવા દેશે.

શું કહ્યું પીએમ મોદીએ

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘આ મહિલા દિવસ પર, હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને એવી મહિલાઓને સંભાળવાની મંજૂરી આપીશ કે જેમનું જીવન અને કાર્ય અમને પ્રેરણા આપે છે. આનાથી તેમને લાખો લોકોમાં પ્રેરણા મળશે. શું તમે આવી સ્ત્રી છો અથવા તમે આવી પ્રેરણાદાયી મહિલાઓને જાણો છો? #SheInspiresUs hashtag નો ઉપયોગ કરીને આવી વાર્તાઓ શેર કરો.”

આઇડીયા આપો અને વડા પ્રધાનનું ટ્વિટરને હેન્ડલ કરો

પીએમ મોદીએ કહ્યું છે કે તમારે તેના વિશે ટ્વિટર, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર #SheInspiresUs hashtag નો ઉપયોગ કરીને જણાવો. આ સાથે તમે એક વિડિઓ પણ બનાવી શકો છો અને તેને #SheInspiresUs ના હેશટેગથી યુટ્યુબ પર મૂકી શકો છો. નરેન્દ્ર મોદીએ કહ્યું કે આમાથી કેટલીક પસંદ કરેલી મહિલાઓને મહિલા દિવસ પર પીએમ મોદીના સોશ્યલ મીડિયા એકાઉન્ટને સંભાળવાની તક મળશે.