Uncategorized

J&K માં ભારતનો ઝંડો લહેરાયા બાદ જમ્મૂના ઐતિહાસિક “સિટી ચોક”નું નામ બદલીને “ભારત માતા ચોક” રાખ્યું

J&K માં ભારતનો ઝંડો લહેરાયા બાદ જમ્મૂના ઐતિહાસિક "સિટી ચોક"નું નામ બદલીને "ભારત માતા ચોક" રાખ્યું

મોદી સરકાર દ્વારા જમ્મુ કશ્મીરમાં કલમ 370 અને 35 (A) રદ કર્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશની જનતાના  વિકાસ હેતુ અનેક યોજનાઓને લાગુ કરી છે અને રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા જમ્મૂ-કાશ્મીરમાં હવે દરેક જગ્યાએ ફક્ત ભારતનો ઝંડો લહેરાય છે. મોદી સરકારના વિકાસલક્ષી નિર્ણયના કારણે આ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પરિવર્તનની લહેર જોવા મળી છે. ત્યારે જમ્મૂમાં મુખ્ય કૉમર્શિયલ સેન્ટર રહેલા ઐતિહાસિક સિટી ચોકનું નામ બદલીને ‘ભારત માતા ચોક’ રાખવામાં આવ્યું છે.J&K માં ભારતનો ઝંડો લહેરાયા બાદ જમ્મૂના ઐતિહાસિક "સિટી ચોક"નું નામ બદલીને "ભારત માતા ચોક" રાખ્યું

જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના બે વિસ્તારોના નામ બદલવાની તૈયારી કરી રહ્યું છે. રવિવારે મહાપાલિકાએ શહેરના સિટી ચોકનું નામ બદલીને ભારત માતા ચોક રાખ્યું હતું. ત્યારે આ સમગ્ર મુદ્દે  ભાજપની વરિષ્ઠ નેતા અને JMCના ડેપ્યુટી મેયર પૂર્ણિમા શર્માએ કહ્યું કે, ‘આશરે ચાર મહિના પહેલા સામાન્ય સભામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં જનતા માંગ પર સિટી ચોકનું નામ બદલીને ભારત માતા ચોક રાખવાની માગણી કરવામાં આવી હતી.’ તેમણે કહ્યું કે, તે પ્રસ્તાવને પાસ કરી દેવામાં આવ્યો છે અને હવે સિટી ચોક ‘ભારત માતા ચોક’ તરીકે ઓળખાશે.J&K માં ભારતનો ઝંડો લહેરાયા બાદ જમ્મૂના ઐતિહાસિક "સિટી ચોક"નું નામ બદલીને "ભારત માતા ચોક" રાખ્યું