તાજા સમાચારદેશ

શું PM મોદી સોશિયલ મીડિયા છોડશે ?, ટ્વિટ કરીને કહી મોટી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડવા પર વિચાર કરી રહ્યાં છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું છે કે, આ રવિવારે ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને યૂ ટ્યુબ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનું વિચારી રહ્યો છું. તમને સૌને પોસ્ટ કરતો રહીશ. તેમણે પોતાના અંગત ટ્વીટર હેન્ડલથી આની જાણકારી આપી છે.

વડા પ્રધાન મોદીના સોશિયલ મીડિયામાં પર કરોડો ફોલોઅર્સ

  1. ટ્વીટર પર 5.3 કરોડથી વધુ ફોલોઅર્સ
  2. ફેસબુક પર 4.4 કરોડ ફોલોઅર્સ
  3. ઇન્સ્ટાગ્રામ પર 3.5 કરોડથી વધુ ફોલોઅર્સ
  4. યૂ ટયુબ પર 45 લાખથી વધુ સબસ્ક્રાઇબર

આ અંગે બીજેપી આઈટી સેલના નેતા અમિત માલવીયએ કહ્યું કે, રવિવારે પીએમ મોદી આ અંગે પોતાની વાત રાખશે. તેમણે કહ્યું કે આપણે રવિવાર સુધી રાહ જોવી જોઈએ. યુટ્યુબ પર પીએમ મોદી સાથે 45 લાખ લોકો જોડાયેલા છે. પીએમ મોદીના દેશ વિદેશમાં રહેલા પ્રશંસકો આ નિર્ણયથી હેરાન છે અને પીએમ મોદીને આ નિર્ણય બદલવા અંગે કહી રહ્યા છે.