દેશ

સોશિયલ મીડિયાના બોસ છે પીએમ મોદી, 200 દેશોની વસ્તી કરતા વધારે છે પીએમ મોદીના ફોલોઅર્સ

સોશિયલ મીડિયા છોડવાની પીએમ મોદીના એક નિવેદથી વર્ચ્યુઅલ વર્લ્ડમાં ખલબલી મચી ગઈ છે. પીએમ મોદી એ દૂનિયાના કદાવર નેતાઓમાંથી એક છે કે જેમનો સિક્કો સોશિયલ મીડિયામાં ચાલે છે. પીએમ મોદી સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર પોતાની દમદાર હાજરી ધરાવે છે. સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ટ્વિટર પ્લેટફોર્મ પર તેમનું એકાઉન્ટ સૌથી પ્રભાવશાળી એકાઉન્ટમાંથી એક છે.

  • ટ્વિટર પર 5 કરોડ ફોલોઅર્સ ધરાવતા પ્રથમ ભારતીય

5 કરોડ 33 લાખ ફોલોઅર્સ સાથે પીએમ મોદી ટ્વિટર પર 5 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરનાર તે પ્રથમ ભારતીય છે. ફેસબુક પર પીએમ મોદીની બાદશાહત અકબંધ છે. ફેસબુક પર તેમના 4 કરોડ 46 લાખ ફોલોઅર્સ છે. પીએમ મોદીની એક ફેસબુક પોસ્ટ પર લાઈક અને શેરની સંખ્યા હજ્જારો અને લાખોમાં હોય છે.

  • સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર 13.76 કરોડ ફોલોઅર્સ

ઈમેજ શેરિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને વીડિયો પ્લેટફોર્મ યૂટ્યુબ પર પણ પીએમ મોદીનો દબદબો છે.. ઈન્સ્ટગ્રામ પર પીએમ મોદીની 3 કરોડ 52 લાખ ફોલોઅર્સ છે, જ્યારે યુટ્યુબ પર તેમના સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 45 લાખથી વધુ છે. આ એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેમાંથી હટી જવા પીએમ મોદીએ સંકેત આપ્યા છે. જો આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ફોલોઅર્સની સંખ્યાનો સરવાળો કરીએ તો આંકડો 13 કરોડ 76 લાખ થાય છે.

  • દૂનિયાના 95 ટકા દેશોની વસ્તી કરતા પીએમના ફોલોઅર્સની સંખ્યા વધારે

પીએમ મોદીના ફોલોઅર્સનો આંકડો દૂનિયાના 95 ટકા દેશોની વસ્તીથી વધારે છે. દૂનિયાના 9 દેશો એવા છે કે જેની વસ્તી પીએમ મોદીના ફોલોઅર્સ કરતા વધારે છે. તબક્કાવાર જોઈએ તો ચીન, ભારત, અમેરિકા, ઈન્ડોનેશિયા, બ્રાઝીલ, પાકિસ્તાન, નાઈઝીરીયા, બાંગ્લાદેશ અને રશિયાને બાદ કરતા 200 દેશો એવા છે કે જેની વસ્તી પીએમ મોદીના સોશિયલ મીડિયાના કુલ ફોલોઅર્સ કરતા ઓછી છે.