દેશ

સોશિયલ મીડિયા નથી છોડી રહ્યા પીએમ મોદી, જાતે જ જણાવી સોમવાર રાતના ટ્વીટની સચ્ચાઈ

 

  • મહિલાઓને સમર્પિત હશે પીએમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ
  • પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી જાણકારી
  • રવિવારે છે મહિલા દિવસ

પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે એ સસ્પેન્સ પરથી પડદો હટાવી લીધો જેમાં તેમણે સોશિયલ મીડિયા છોડવાની વાત કહી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યુ કે મહિલા દિવસે તે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એ મહિલાઓને સમર્પિત કરશે જેનાથી તેઓ પ્રેરિત થયા છે. અંદાજે 16 કલાકના સસ્પેન્સ બાદ પીએમ મોદીએ જાહેરાત કરી કે મહિલા દિવસ નીમિત્તે ચલાવાયેલા આ કેમ્પેઈનમાં કોઈ પણ ભાગ લઈ શકે છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે ‘આ મહિલા દિવસે હું મારૂ સોશિયલ મીડિયા એકાઉન્ટ એ મહિલાઓને સમર્પિત કરીશ કે જેમના જીવન અને કાર્યોંમાંથી આપણને પ્રેરણા મળી છે. આ લાખો લોકોને પ્રેરિત કરવા માટે પ્રેરણાસ્ત્રોત બનશે.’

પીએમ મોદીએ આગળ લખ્યું કે ‘શું તમે એ મહિલો છો અથવા તમે એવી કોઈ મહિલાને ઓળખો છો કે જેનાથી તમે પ્રેરણા લીધી હોય. પોતાની આવી વાતોને લોકો સુધી પહોંચાડો’ #SheInspiresUs સાથે

પીએમ મોદી આ કેમ્પેન હેઠળ પસંદ કરાયેલી મહિલાઓને પીએમ મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળવાની તક મળશે. જેમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને કોઈ પણ મહિલા સંભાળશે અને મહિલા દિવસ નિમિત્તે સંચાલન પણ કરશે.

અલબત્ત આ પહેલા સોમવારે રાત્રે 8.56 મિનિટે પીએમ મોદીએ ટ્વીટ કર્યુ હતુ કે રવિવારે તેઓ ફેરબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવા પર વિચારી રહ્યા છે. પીએમના આ મેસેજ બાદ સોશિયલ મીડિયામાં ભારે હલચલ મચી ગઈ હતી.