ગુજરાતદેશ

કોરોના વાયરસને પગલે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ ફરજીયાત, આરોગ્ય વિભાગ એક્શનમાં

126views

જીવલેણ કોરોના વાયરસને લઈને દૂનિયાના અનેક દેશોમાં હાહાકાર ફેલાયો છે ત્યારે ભારતમાં પણ હવે કોરોના વાયરસે દેખાદીધી છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના 6 કેસ પોઝિટીવ નોંધાયા છે. કોરોના વાયરસ સામે તમામ રાજ્ય સરકારો પણ એલર્ટ થઈ ગઈ છે. જેના ભાગરૂપે અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ઈરાન, ઈટલી, કોરિયા અને સિંગાપુરથી આવનાર યાત્રીઓનું સ્ક્રિનિંગ ફરજીયાત કરાયું છે. આ દેશોમાંથી આવનાર મુસાફરોને 14 દિવસ સુધી આરોગ્ય વિભાગની નજર હેઠળ રાખવામાં આવશે. ગુજરાતમાં જુદા જુદા દેશોમાંથી પરત આવેલા 1254 યાત્રીઓ હાલમાં આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ છે. જેમાંથી 23 લોકોના સેમ્પલ પણ લેવાયા હતા પરંતુ તમામના પરિણામ નેગેટીવ આવ્યા છે.

અત્યાર સુધીમા માત્ર ચીનથી આવેલા યાત્રીઓની જ સ્ક્રિનિંગ ફરજિયાત હતી પરંતુ હવે કોરોનાગ્રસ્ત દેશોમાંથી આવનારા મુસાફરોની સ્ક્રિનિંગ પણ ફરજિયાત કરાઈ છે. અમદાવાદ હવાઈ મથકે તબીબોની ટીમ સક્રિય છે અને દિલ્હી ઈમીગ્રેશન વિભાગ સાથે સંકલન કરીને વિદેશથી આવનાર યાત્રીઓનું ચકાસણી કરાઈ રહી છે. ગુજરાતમાંથી ચાર તબીબોની ટીમ પણ દિલ્હી તાલીમ માટે ગઈ છે જે પરત આવ્યા બાદ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ તબીબોને તાલીમ આપશે.