ગુજરાત

ગરમીમાં તપવા તૈયાર રહેજો, આ વર્ષે આકરો બનશે ઉનાળો – હવામાન વિભાગની આગાહી

 

આ વખતે ઉનાળો ગત વર્ષ કરતા વધુ આકરો રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં સત્તાવાર રીતે શિયાળાની વિદાય થઈ ચૂકી છે..જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તો અમુક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણનો પણ માહોલ છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ ચૂકી છે. અને આગામી પાંચ દિવસમાં તાપમાનનો પારો ઉંચે જવાના સંકેતો દેખાઈ રહ્યા છે.

હવામાન વિભાગના મતે લઘુત્તમ તાપમાન 35થી 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે આ વર્ષે ગરમીનુ પ્રમાણ ગત વર્ષ કરતા વધારે રહેશે. માર્ચમાં ગરમીનું પ્રમાણ વધશે અને એપ્રિલ તેમજ મે માસમાં હિટવેવની અસર જોવા મળશે.