દેશ

કોરોના સામે એક્શન, સરકારે 26 API અને ડ્રગ્સના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો

ચોતરફ કોરોનાનો કેર વધી રહ્યો છે અને વિશ્વભરમાં દવાની માંગ વધી રહી છે, જ્યારે API અને અન્ય ડ્રગ્સ માટે કાચો માલ ચીનમાંથી આવે છે. ચીનની સપ્લાય ચેઈન મંદ પડતા API ખૂટી પડ્યા છે અને કોરોના સામે લડત આપવા દરેક દેશ સ્વબચાવ અને રક્ષણમાં દવાના ડ્રગ્સ અને APIની નિકાસ પર પ્રતિબંધ મુકી રહ્યા છે.

વિશ્વના દવા બજારમાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવતી ફાર્મા કંપનીઓ ભારતમાં છે અને ભારતમાંથી હવે એપીઆઈ ડ્રગ્સના નિકાસ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત સરકારે કરી છે. ભારત સરકારે પેરાસીટામોલ, વિટામીન બી-1, બી-12 સહિતની કેટલીક ચોક્કસ એપીઆઈ અને ફોર્મ્યુલેશનના નિકાસને પ્રતિબંધિત કેટેગરી હેઠળ મુકી છે. મંગળવારથી 26 સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોની નિકાસ અને ફોર્મ્યુલેશન માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના લાયસન્સની જરૂર રહેશે. ડીજીએફટીના જણાવ્યા અનુસાર  ‘આ એપીઆઈમાંથી બનાવેલી અમુક ચોક્કસ એપીઆઈ અને ફોર્મ્યુલેશનના નિકાસને તાત્કાલિક અસરથી આગામી આદેશ સુધી પ્રતિબંધિત કરાઈ છે.’