તાજા સમાચારદેશ

નિર્ભયા કેસ / આરોપીઓના તમામ પેતરા ફેલ, કાલે સવારે ફાંસીએ લટકાવાશે નિર્ભયાના ગુનેગારોને !!

નિર્ભયાના આરોપીઓ ફાંસીની સજામાંથી બચવા માટે રોજ બરોજ અવનવા પેતરાઓ અપનાવી રહ્યા હતા. ત્યારે નિર્ભયાના ગુનેગારોની ફાંસી હવે નક્કી છે. આવતી કાલે ગુનેગારોને સવારે 6 વાગે ફાંસી થવાની છે. ત્યારે ફાંસીથી બચવા માટે ગુનેગાર પવને સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી.

પવન ગુપ્તાએ સુપ્રીમમાં કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જેના કારણે નિર્ભયા કેસના દોષિતો માટે ફાંસીનો માર્ગ વધારે મોકળો થયો છે. નિર્ભયા કેસમાં આરોપી પવન ગુપ્તાએ કરેલી ક્યૂરેટિવ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતા વાળી બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. પટિયાલા હાઉસ કોર્ટે નિર્ણય સંભળાવ્યા બાદ નિર્ભયાના માતા આશાદેવીએ જણાવ્યું કે દોષિતો અને તેમના વકીલ જાણીજોઇને કોર્ટને ગુમરાહ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

ફાંસીથી બચવા વારંવાર પેંતરા કરી રહ્યાં છે

નિર્ભયાના ગુનેગારોના 2 વખત ડેથ વોરન્ટ ઈસ્યૂ થયા તે દરમિયાન તેમને કોઈને કોઈ ગુનેગારની અરજી પેન્ડિંગ હોઈ તેમને ફાંસી થઈ શકી નહોતી. જેને પગલે ત્રીજુ ડેથ વોરંટ ઈસ્યૂ કરી ને તેમને 3 માર્ચના રોજ ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે આવતી કાલે તેમની ફાંસી છે તો આજે એક ગુનેગાર પવનને ફરી કરેલી ક્યૂરેટીવ પિટીશનનની સૂનવણી છે.

પવન પાસે હવે માત્ર દયા અરજીનો વિકલ્પ બાકી

પવનના વકીલે પટિયાલા કોર્ટમાં ત્રીજા ડેથ વોરન્ટ રદ કરવાની માંગણી કરતી અરજી કરી છે. જેનાં પર અત્યારે તમામની નજર છે. ત્રણ ગુનેગારોની ક્યૂરેટીવ પિટિશન અને દયા અરજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જોકે પવન પાસે દયા અરજીનો વિકલ્પ બાકી છે. ત્યારે હજું પણ ફાંસી ટળી શકવાની શક્યતાઓ છે. જોકે હજું સુધી પટિયાલા કોર્ટમાં ડેથ વોરન્ટના સ્ટે પર કોઈ સુનવણી કરવામાં આવી નથી.