તાજા સમાચારદેશ

અમિત શાહની સિંહ ગર્જના : વિરોધીઓ ભલે ગમે તેટલો વિરોધ કરે પરંતુ મોદી સરકાર શરણાર્થીઓને નાગરિકતા આપીને જ રહેશે

167views

નાગરિકતા કાયદાને લઇને ભાજપ વિરોધી પક્ષોએ  દેશભરમાં અનેક અફવાઓ ફેલાવી દેશભરમાં અરાજકતા ફેલાવી છે. પરંતુ મોદી સરકાર પણ વિરોધીઓની અફવાઓના સામે નમતું મુકવા તૈયાર નથી. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ મમતા દીદીના ગઢમાં સિંહ ગર્જના કરતા કહ્યું કે,  વિરોધીઓ નાગરિકતા કાયદાને લઇને ભલે ગમે તેટલી અફવાઓ ફેલાવે, પરંતુ મોદી સરકાર તમામ શરણાર્થીઓને નાગરિકતા આપીને જ રહેશે.

શરણાર્થીઓને નાગરિકતા આપીશું

અમિત શાહે કહ્યું કે, ‘મમતા બેનરજી જ્યારે વિપક્ષમાં હતા તો તેમણે શરણાર્થિઓ માટે નાગરિકતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએએ લાવ્યા તો તેઓ એક વખત ફરી કોંગ્રેસ  સાથે વિરોધ કરવા લાગ્યા છે. મમતા બેનરજી લઘુમતિઓમાં ડર ઉભો કરી રહ્યા છે કે તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે. હું લઘુમતિ સમુદાયના તમામ લોકોને આશ્વસ્ત કરું છું કે સીએએ ફક્ત નાગરિકતા આપવા માટે છે અને છીનવવા માટે નથી. આ કાયદો કોઈપણ પ્રકારે તમને પ્રભાવિત નહીં કરે.’

ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારીશું

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની નવી ઓફિસનું ઉદ્ગાટન દરમ્યાન કહ્યું કે, અમે દુનિયામાં શાંતિ ઇચ્છીએ છીએ. હુમલો કરનાર પોતાના મોત નક્કી કરીને આવે છે. ભારત હુમલો થશે તો ઘરમાં ઘૂસીને મારીશું. પહેલા અમેરિકા-ઇઝરાયલ દુશ્મનોના ઘરમાં ઘૂસીને મારતા હતા. હવે ભારતનું નામ પણ હવે ઘરમાં ઘૂસીને મારનાઓમાં સામેલ થઇ ગયું છે.