ગુજરાત

ગુજરાતનું પ્રથમ ઈલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન વડોદરામાં શરૂ

ગુજરાતમાં ધીમે ધીમે ઈ-વ્હીકલનો વપરાશ શરૂ થઈ રહ્યો છે. જોકે હજુ સુધી તે પ્રારંભિક તબક્કામાં જ છે પરંતુ ધીરે ધીરે ઈ વ્હીકલ વધી રહ્યા છે. ત્યારે હવે ચાર્જિંગ સ્ટેશનો પણ ગુજરાતમાં ખુલવાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતનું સર્વપ્રથમ ઈલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન વડોદરામાં શરૂ થયુ છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એચપીસીએલ પેટ્રોલ પંપ પર આ સુવિધા શરૂ થઈ છે.

બે પ્રકારના ચાર્જરની સુવિધા

કંપનીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનમાં બે પ્રકારના ચાર્જર છે. એક ધીમુ અને બીજુ ફાસ્ટ. ધીમા ચાર્જરથી પાંચથી છ કલાકમાં વ્હીકલ ચાર્જ થઈ જાય છે જ્યારે ફાસ્ટ ચાર્જરથી દોઢ કલાકમાં વ્હિકલ ચાર્જ થઈ જાય છે. માત્ર વડોદરાની વાત કરીએ તો શહેરમાં ફોર વ્હિલર્સ સહિત અંદાજે 185 ઈ-વ્હીકલ છે. એક વખતના ચાર્જિંગથી સામાન્ય રીતે ગાડી 100થી 180 કિલોમીટર સુધી ચાલી શકે છે.