ગુજરાત

ગોંડલમાં મરચાના ખેડૂતો ખુશખુશાલ, 20 કિલોના 2500 રૂપિયા સુધી બોલાયા ભાવ  

સુકા મરચાના હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો મરચાના ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં 20 કિલો મરચાના ખેડૂતોને 2000થી 2500 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે મરચાના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.  માર્કેટ યાર્ડના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 1 લાખથી વધારે મરચાની ભારીઓનું વેચાણ થઈ ચૂક્યું છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની 002, 035, રેવા, શાનીયા જેવી વેરાયટીઓની આવક છે. ઉપરાંત 10 ટકા જેટલી રેશમ પટ્ટા મરચાની પણ આવક થઈ છે. ગોંડલ તાલુકા વિસ્તારમાં આશરે 20 જેટલી મરચાની વેરાયટીઓનુ ઉત્પાદન થાય છે. મહત્વનું છે કે ગોંડલનું મરચુ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ દેશમાં પણ પ્રખ્યા છે. આથી આ મરચું ખરીદવા માટે ગુજરાતના જ નહી પરંતુ રાજ્ય બહારના વેપારીઓ પણ આવે છે.