તાજા સમાચારદેશ

દિલ્હી હિંસા / AAP ના કોર્પોરેટરના ઘરેથી મળ્યો મોટા પ્રમાણમાં જીવલેણ એસિડનો જથ્થો – SIT એ કર્યો મોટો ખુલાસો

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વિજય મેળવી સત્તામાં આવ્યાને હજુ એક મહિનો પણ નથી થયો. તેવામાં દિલ્લીમાં ચાલી રહેલા દેશ વિરોધી હિંસક આંદોલનામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોની સંડોવણી સામે આવી રહી છે.  ત્યારે દિલ્લીમાં થયેલી હિંસામાં આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ કાઉન્સિલર તાહિર હુસેનના ઘરમાંથી સલ્ફ્યુરિક એસિડનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઘરની નજીકની દુકાનમાં એસિડના મોટા ડ્રમ્સ રાખવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ કાઉન્સિલર તાહિર હુસેનના ઘરેથી મળેલા એસિડના જથ્થાને લઇને તેના પાડોશીઓએ દાવો કર્યો છે કે, આ એસિડનો ઉપયોગ તોફાનોમાં કરવામાં આવ્યો હતો. આ એસિડ એટલો જીવલેણ છે કે કોઈ વ્યક્તિ પર ફેંકવાના મિનિટોમાં તે ત્વચાની સાથે-સાથે આંતરિક અવયવો પણ બળી જાય છે. આ એસિડનો ઉપયોગ સામાન્ય રીતે માત્ર ફેક્ટરીઓમાં થાય છે.

દિલ્હીમાં થયેલી હિંસાની તપાસ કરી રહેલા એસઆઈટીના એક અધિકારીનું કહેવું છે કે, તાહિરના ઘરેથી મળેલું એસિડ સૌથી ખતરનાક એસિડ છે. અને આ એસિડ તાહિરના ઘરે બેગમાં રાખવામાં આવ્યું હતું. આટલી માત્રામાં મળતા એસિડનો ઉપયોગ કોઈ હેતુ માટે કરી શકાતો નથી. કાઉન્સિલર તાહિર હુસેનના મકાનમાં આવું કોઈ કામ નહોતું, જેમાં આવા ખતરનાક એસિડનો ઉપયોગ કરી શકાય. તે ફક્ત લોકો ઉપર હુમલો કરવા માટે લાવવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે સલ્ફ્યુરિક એસિડ નાની બેગમાં ભરાવામાં આવ્યું હતું. આ એસિડને એટલી ઉંચાઇથી ફેંકવામાં આવ્યું હતું કે, નીચે ભીડમાં પાંચથી સાત લોકોને સરળતાથી બાળી શકાય.

ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં થયેલી હિંસા બાદ લોકો પણ કહી રહ્યા છે કે, દિલ્લીમાં કેજરીવાલ સરકારે લોકોને ફ્રી માં પાણી અને વિજળી આપી સત્તાતો હાંસલ કરી લિધી પણ લોકોની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ છે. કારણે કે એક તરફ દિલ્લીમાં કેજરીવાલ સરકાર લોકોને સુરક્ષા આપવાની વાતો તો કરી રહી છે. પરંતુ તેના જ પક્ષના કોર્પોરેટર આવી હિંસામાં સામેલ છે.