તાજા સમાચારદેશ

વડા પ્રધાન મોદી UP માં બુંદેલખંડ એક્સપ્રેસ-વે સહિતની યોજનાઓનું કરશે શિલાન્યાસ, 6 વર્લ્ડ રેકોર્ડનું સાક્ષી બનશે UP

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા છે. પ્રયાગરાજમાં યોજાયેલા દિવ્યાંગ મહાકુંભમાં વડાપ્રધાન એક સાથે 26,791 દિવ્યાંગો અને વૃદ્ધોને તેમને મદદ કરતાં સાધનો વહેંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું પણ શિલાન્યાસ કરશે. ત્યારે યુપીમાં યોજાયેલા કાર્યક્રમોમાં અનેક વલ્ડ રેકોર્ડ પણ સર્જાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ચિત્રકૂટના ભારતકુપ ખાતે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. 14849.09 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ એક્સપ્રેસ વે બુંદેલખંડ વિસ્તારને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે માર્ગ દ્વારા જોડશે. જેમાં આ એક્સપ્રેસ વે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઉરઈ અને ઈટાવા જિલ્લાથી પસાર થઈને આગરા એક્સપ્રેસ વે સાથે જોડાશે. 6 પેકેજમાં બનનાર એક્સપ્રેસ વેનો ખર્ચ અંદાજે 15 હજાર કરોડ રૂપિયા હશે. ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ જશે. તેના કિનારે ડિફેન્સ કોરિડોર પણ વિકસાવવામાં આવશે.

વર્ષમાં 11 વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું ગૌરવ મળશે

શનિવારે પ્રયાગરાજને એક વર્ષમાં 11 વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું ગૌરવ મળશે. આ પહેલાં ત્રણ વિશ્વ રેકોર્ડ ગયા વર્ષે કુંભ મેળા દરમિયાન બનાવવામાં આવ્યા છે. કુંભ મેળા દરમિયાન મહત્તમ શટલ બસોનું સંચાલન, સ્વચ્છતા અને વોલ પેન્ટિંગનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. ત્યાર પછી છોડ વિતરણ અને ડીપીએસ સ્કૂલમાં એક સાથે પ્રેક્ટિકલ આપવાનો રેકોર્ડ પણ બન્યો છે.

ઉત્તર પ્રદેશમાં આ 6 વર્લ્ડ રેકોર્ડ બની શકે છે :-

  1. 360થી વધારે લાભાર્થીઓ એક સાથે વ્હીલચેર ચલાવશે. સરકારનો દાવો છે- અમેરિકાનો રેકોર્ડ તૂટશે.
  2. વિશ્વની સૌથી લાંબી ટ્રાય સાઈકલની પરેડ થશે. જેમાં 295 લાભાર્થીઓ સામેલ છે. આવો હાલમાં કોઈ રેકોર્ડ જ નથી
  3. વોકર્સની સૌથી લાંબી પરેડ થશે. તેનો કોઈ વર્તમાન રેકોર્ડ નથી
  4. 8 કલાકમાં મહત્તમ 4900થી વધારે કાનનું મશીન ફિટ કરવાનો રેકોર્ડ. આ રેકોર્ડ હાલ સ્ટારિક ફાઉન્ડેશનના નામે છે.
  5. 2000 લાભાર્થીઓને સાંકેતિક ભાષા પઠન કરવાનું સાધન આપવામાં આવશે
  6. 12 કલાકમાં મહત્તમ ટ્રાઈસાઈકલ વિતરણ કરવાનો રેકોર્ડ પણ મોદીની હાજરીમાં બનશે