ગુજરાતદેશ

રેલવેમાં માત્ર એક ક્લિક પર સુવિધા અને સુરક્ષા આપતી સુરક્ષિત સફર મોબાઈલ એપ્લિકેશન, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ

કેટલીક વખત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમાય ખાસ કરીને મહિલાઓની છેડતીના બનાવો પણ બનતા હોય છે. આથી મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે રેલવે પોલીસ દ્વારા સુરક્ષિત સફર નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરાઈ છે જેનું રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે લોકાર્પણ કરાયુ. આ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

એપ્લિકેશનમાં આપેલા વિવિધ ફંકશનોની મદદથી પ્રવાસી તેનો સુરક્ષા અને સુવિધા માટે ઉપયોગ કરી શકશે. એપ્લિકેશનના કેટલાક ફંકશનો પર નજર કરીએ તો..

  1. ફરિયાદ

જો કોઈ પ્રવાસીના સામાનની ચોરી થાય કે લુંટનો બનાવ બને તો જે તે પ્રવાસી ફરિયાદના ઓપ્શનમાં જઈને ફરિયાદ નોંધાવી શકશે. રેલવે કંટ્રોલ અને પેટ્રોલિંગ પોલીસ બન્ને આ ફરિયાદ પર કામ કરશે. કંટ્રોલમાંથી પ્રવાસીને તેની ટિકીટનો પીએનઆર નંબર પુછીને આગળની કાર્યવાહી કરાશે.

  1. વુમન ડેસ્ક

આ ફંકશન ખાસ મહિલાઓ માટે તૈયાર કરાયુ છે. જેમાં છેડતીનો ભોગ બનેલી મહિલા પોતાની ઓળખ છુપાવીને ફરિયાદ કરી શકશે.

  1. સજેશન

પ્રવાસની રિઝર્વ સીટ હોય અને કોઈ વ્યક્તિ સીટ માટે પરેશાન કરે તે સિવાય પોલીસનું ગેરવર્તન હોય તેવા સંજોગોમાં પ્રવાસી પોતાનું સજેશન આ ફંકશન દ્વારા આપી શકશે.

  1. શંકાસ્પદ વ્યક્તિ

કોઈ પ્રવાસીને તેની નજીકમાં બેઠેલી વ્યક્તિનું વર્તન શંકાસ્પદ જણાય તો આ ફંકશન મારફતે પોલીસ ફરિયાદી ઓળખ છુપી રાખીને કાર્યવાહી કરશે.

  1. કોલ

આ ફંકશન રેલવે કંટ્રોલ સાથે જોડાયેલુ હશે અને તેના ઉપયોગથી કંટ્રોલરૂમ સાથે વાતચીત થઈ શકશે.

  1. અમને ઓળખો

આ ફંકશનમાં જીઆરપીના તમામ પોલીસકર્મીઓથી લઈને ડીઆઈજી સુધીના અધિકારીઓના ફોટોગ્રાફ્સ, ફોન નંબર અને ઈમેલની માહિતી હશે.

  1. કોન્ફિડેન્સિયલ

ડ્રગ્સ, જુગાર કે અપહરણ સંદર્ભે પ્રવાસી ઓળખ છુપાવી પોલીસને જાણ કરી શકશે.

  1. ટ્રેક માય રૂટ

ટ્રેનમાં પ્રવાસ કરતા સિનીયર સિટીઝન કે એકલી મુસાફરી કરતી મહિલા તે ક્યાંથી બેઠા અને ક્યાં જઈ રહ્યા છે તેની માહિતી આપશે તો આપાતકાલીન સ્થિતિમાં પોલીસ તેમને મદદ કરશે.

  1. ફીડબેક

આ ફંકશન મારફતે પોલીસ કંટ્રોલમાંથી પ્રવાસીઓ પાસેથી પોલીસની કામગીરી અંગેના અભિપ્રાયો જાણી શકશે.

10. ટચ ટુ પેનિક

આ ફંકશન મારફતે ઈમરજન્સી વખતે પ્રવાસી પોલીસની મદદ મેળવી શકશે.