ગુજરાત

રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્માર્ટ સરકારી શાળાની શરૂઆત, સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસનો પ્રારંભ

સામાન્ય રીતે પોતાના સંતાનો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરે તેવો ગાડરીયો પ્રવાહ ચાલી રહ્યો છે. પરંતુ વાલીઓની આવી માનસિક્તાને આજની સરકારી શાળાઓ બદલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળા સ્માર્ટ ક્લાસ ધરાવતી ગુજરાતની પ્રથમ સરકારી શાળા બની છે. શહેરના સ્વામીનારાયણ ચોક પાસે સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસરૂમનું સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયુ. આ સ્કૂલમાં દરેક ક્લાસરૂમને સ્માર્ટ બનાવાયા છે જેના દ્વારા વિદ્યાર્થિનીઓને સંપૂર્ણપણે ડિજીટલ શિક્ષણ અપાઈ રહ્યુ છે. સ્માર્ટ ક્લાસરૂમની વિશેષતાઓ પર નજર કરીએ તો..

સ્માર્ટ ક્લાસની વિશેષતાઓ

ક્લાસરૂમમાં 75 ઈંચનું સ્માર્ટ ટીવી

સ્માર્ટ ટીવીમાં ઈન્ટિગ્રેટેડ પર્સનલ કોમ્પ્યુટર

ઈન્ટરનેટ, વાઈ-ફાઈથી સજ્જ ક્લાસરૂમ

ઈન્ટરનેશ કનેક્શન ફાયરવોલની સુરક્ષા

કોલર માઈક્રોફોન સ્પીકર સાથે સજ્જ

8 એમબીપીએસ હાઈસ્પીડ ઈન્ટરનેટ કનેક્શન

દરેક ક્લાસરૂમમાં ડિજીટલ ટચ સ્ક્રીન સ્માર્ટ બોર્ડ

ડોક્યુમેન્ટ કેમેરા વડે સ્કેનિંગની સુવિધા

મોબાઈલ કનેક્ટ કરી વાયરલેસ પ્રેઝન્ટેશનની સુવિધા

ગુગલ અને યુટ્યુબના વીડિયોથી અભ્યાસ

સ્માર્ટ ક્લાસની મદદથી વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે ગુગલ અને યુ ટ્યુબના વીડિયોની મદદથી અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આ માટે શિક્ષકોને પણ તાલીમ અપાઈ છે. ક્લાસરૂમમાં કેમેરા પણ લગાવાયા છે જેની નીચે બુક મુકવાથી તે સીધી 75 ઈંચના ટીવીમાં તે જોઈ શકાશે