ગુજરાતદેશ

અમદાવાદમાં વિશ્વના સૌથી ઉંચા ઉમિયા મંદિરનો શિલાન્યાસ, સીએમ, ડે.સીએમ સહિત સંતો મહંતોની હાજરી

68views

અમદાવાદમાં વિશ્વના સૌથી ઉંચા ઉમિયા મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાયો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના જાસપુર પાસે 1 હજાર કરોડના ખર્ચે 431 ફૂટ ઊંચું વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિર આકાર લઈ રહ્યુ છે. આ મંદિરના શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર તથા અન્ય સંતો મહંતો સહિત હજ્જારો શ્રદ્ધાળુઓએ હાજરી આપી. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે મંદિરનું નિર્માણ થતા ગુજરાતમાં વધુ એક તીર્થક્ષેત્રનો ઉમેરો થશે તેમજ આ મંદિરના નિર્માણકાર્યમાં જ્યાં પણ સરકારના સહયોગની જરૂર હશે ત્યાં સરકાર  પુરતો સહયોગ કરશે તેવી ખાતરી આપી છે.

સાંભળો સીએમ વિજય રૂપાણીનું નિવેદન

ગર્ભગૃહની 10 ફૂટ નીચે સોના-ચાંદીનું મિશ્રણ

શિલાન્યસ પહેલા મંદિરના ગર્ભગૃહની 10 ફૂટ નીચે પંચધાતુનું મિશ્રણ શુદ્ધીકરણ નખાયું હતું. સોનું, ચાંદી, તાંબું, ઝવેરાત, મોતીનું 14 કિલોનું મિશ્રણ ઉમેરાયુ હોવાનું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું. આ તમામ 14 કિલો ધાતુ 20થી વધુ દાતાઓના ઘરેથી એકત્રિત કરીને લવાઈ હતી. શિલાન્યાસ સમારોહ દરમ્યાન સમગ્ર પરિસર મા ઉમિયાના જયઘોષના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે.

વિશ્વના બીજા નંબરનું ટ્રી મ્યુઝીયમ

ઉમિયા માતાજીના મંદિરના બાજુમાં મંદિર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી વિશ્વના બીજા નંબરના ટ્રી મ્યુઝીયમ બનાવાશે, જેમાં લુપ્ત થતા 3000 વૃક્ષોનું રોપણ કરાશે.

માઁ ઉમિંયાના સૌથી ઊંચા મંદિરની વિશેષતા

મંદિર સંકુલમાં સુવિધાઓ

કન્યા, કુમાર, વર્કીંગ વુમન હોસ્ટેલ

સ્કિલ- કેરિયર ડેવલપમેન્ટ તથા રોજગાર ભવન

હેલ્થ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ સંકુલ

આરોગ્ય સારવાર કેર યુનિટ ભવન

અદ્યતન સુવિધાઓથી સજ્જ એનઆરઆઈ ભવન

સામાજિક અને વિશ્વસ્તરીય સંગઠન ભવન

વીડિયોમાં જૂઓ કેવું બનશે વિશ્વ ઉમિયાધામ