ગુજરાત

ગુજરાત વિધાનસભા ધારાસભ્યોને ‘શ્રેષ્ઠ ધારાસભ્યનો’ એવોર્ડ આપશે, સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કરી જાહેરાત

155views

ગુજરાત વિધાનસભા હવે ધારાસભ્યો માટે બેસ્ટ એમએલએ એવોર્ડ શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ આ જાહેરાત કરતા જણાવ્યું કે જે રીતે સાંસદોને તેમના મતવિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સંસદ તરફથી એવોર્ડ અપાય છે તેવી રીતે ગુજરાતમા પણ હવે ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં કરેલી કામગીરીના આધારે શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ અપાશે.

આ એવોર્ડ મેળવવા માટે કેટલાક માપદંડો પણ નક્કી કરાયા છે જેના આધારે ધારાસભ્યોએ તેમના મત વિસ્તારમાં કરેલી કામગીરીનું મૂલ્યાંક ઉપરાંત અન્ય કેટલાક માપદંડોના આધારે શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ એનાયત થશે.