ગુજરાત

ગુજરાતના ખેડૂતોને વીજળી માટે રાત્રે ખેતરમાં જવું નહી પડે, દિનકર યોજના હેઠળ દિવસે વીજળી મળી રહેશે, સાંભળો વિધાનસભામાં સરકારનો જવાબ

ગુજરાતમાં ખેડૂતોને ખેતી માટે દિવસે વીજ પુરવઠો મળી રહે તે માટે સરકારે બજેટમાં દિનકર યોજનાની જાહેરાત કરી છે. આ અંગે વિધાનસભામાં પુછાયેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે સૌ પ્રથમ ગીરના જંગલવિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યાર બાદ તબક્કાવાર અન્ય જિલ્લાઓમાં તેને લાગુ કરાશે.

સીએમ વિજય રૂપાણીએ વિધાનસભામાં કહ્યું કે આ બજેટમાં દિનકર યોજનાની જાહેરાત કરાઈ છે તે જ્યોર્તિગ્રામ યોજનાની જેમ જ કામ કરશે. જેમાં આગામી ત્રણ વર્ષમાં કોઈ ખેડૂતને રાત્રે 9.00 વાગ્યા પછી ખેતરમાં વીજળી મુદ્દે જવુ નહી પડે અને આ માટે સમગ્ર વ્યવસ્થા નવેસરથી શરૂ થશે અને આ માટે સોલાર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે. આ વર્ષે ટૂંક સમયમા જ આ યોજના ગીર વિસ્તારના જંગલોમાં શરૂ કરાશે.

સાંભળો સીએમ વિજય રૂપાણીનું વિધાનસભામાં નિવેદન

તો આ તરફ ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે દિનકર યોજના માટે દિવસે વધુ વીજળી ઉત્પન થાય તે માટે રાજ્ય સરકારે આયોજન હાથ ધર્યુ છે અને આ વીજળીને ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવા માટે ટ્રન્સમિશ લાઈનો અને સબસ્ટેશનો પણ નાંખવામાં આવશે.

સાંભળો ઉર્જાપ્રધાન સૌરભ પટેલનું નિવેદન