દેશ

રાજધર્મના અરીસામાં પહેલા કોંગ્રેસ પોતાનો ચહેરો જૂએ – કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ

દિલ્હીમાં થયેલી હિંસાને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે. વિપક્ષના નેતાઓ દ્વારા રાષ્ટ્રપતિને રજૂઆત અને ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ભાજપને રાજધર્મની શીખ અંગે આપેલા નિવેદન પર ભાજપે જોરદાર પલટવાર કર્યો છે. કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે  સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસ ભાજપને રાજધર્મનું ભાષણ ના આપે રાજધર્મના અરીસામાં કોંગ્રેસ પહેલા પોતાનો ચહેરો જૂએ.

  • કોંગ્રેસની સરકારે શું કર્યુ ?

કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ વોટ બેન્કની રાજનીતિ માટે લોકોના અધિકારોનું દમન કરવાનો અને પોતાની વાત પરથી પલટવાનો રહ્યો છે. રવિશંકર પ્રસાદે યાદ અપાવ્યું કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ યુગાન્ડાના વિસ્થાપિતોને નાગરિક્તા આપી અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીએ શ્રીલંકાથી આવેલા તમિલોને શરણ આપી.

  • મનમોહન સિંહજીએ કરી હતી અપીલ

રવિશંકર પ્રસાદે સીએએ અને પૂર્વ પીએમ મનમોહન સિંહ અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના વલણનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. રવિશંકર પ્રસાદે યાદ કરાવ્યું કે ‘મનમોહન સિંહજીએ વાજપેયી સરકાર વખતે સંસદમાં ધાર્મિક્તાના આધારે હેરાન થતા લઘુમતીઓને નાગરિક્તા આપવા અપીલ કરી હતી. અશોક ગેહલોતે, તત્કાલિન ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પત્રો લખ્યા હતા. અને હવે કયો રાજધર્મ છે કે બધા ફરી ગયા.?’

  • શું કોંગ્રેસે ખોટું કર્યુ હતું?

રવિશંકર પ્રસાદે પૂછ્યું કે ‘શું મનમોહન સિંહજીએ જે માંગ કરી હતી તે ખોટી હતી? રાજીવ અને ઇન્દિરાજીએ જે કર્યુ તે ખોટુ હતુ? ગેહલોત જે કહી રહ્યા હતા તે ખોટું હતુ? આ કેવો રાજધર્મ છે? તમે પગલુ ભર્યુ હતુ પરંતુ 10 વર્ષમાં તમે પુરુ ન કરી શક્યા જેને અમે કર્યુ છે.’

સાંભળો રવિ શંકર પ્રસાદે શું કહ્યું ?

રવિશંકર પ્રસાદે સોનિયા ગાંધીને બે મહિના પહેલા તેમણે રામલીલા મેદાનમાં આપેલા ભાષણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે સમયે સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે હવે આરપારની લડાઈ લડવી પડશે. આ ઉત્તેજના નથી તો શું છે. આર- પારનો મતલબ બંધારણીય મર્યાદાથી અલગ છે. સોનિયાજીએ લોકોને કેમ ભડકાવ્યા આ કયો રાજધર્મ છે.

સાંભળો સોનિયા ગાંધીના નિવેદન પર ભાજપનો જવાબ