ગુજરાત

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ 100 કરોડ ખર્ચાયા હોવાનો આક્ષેપ પાયાવિહોણો, સરકારે જણાવ્યો સાચો આંકડો

 

  • નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ નથી ખર્ચાયા 100 કરોડ રૂપિયા
  • રાજ્ય સરકારે ફાળવ્યા 8 કરોડ રૂપિયા
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાળવ્યા 4.5 કરોડ રૂપિયા
  • વિપક્ષના આક્ષેપો આધાર પુરાવા વગરના
  • વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાની વાતને રાજ્ય સરકારે કપોલકલ્પિત ગણાવી છે. રાજ્ય સરકારે વિધાનસભામાં સ્પષ્ટતા કરતા કહ્યુ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતના આયોજન પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાની વાત ઉપજાવી કાઢેલી અને આધાર વિહીન છે. ગુજરાત સરકારે જણાવ્યું કે રાજ્ય સરકારે  આ કાર્યક્રમ માટે 8 કરોડ રૂપિયા ફાળવ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 4.5 કરોડ રૂપિયા ફાળવ્યા. જ્યારે રોડ અને રસ્તાના જે કામો થયા તે કોર્પોરેશનના બજેટમાં અગાઉ કરાયેલી જોગવાઈ પ્રમાણે જ થયા છે.

સરકારે કહ્યુ કે વિપક્ષ લોકોને ખોટા આંકડાઓથી ભરમાવવાનો પ્રયાસ કરી રહી છે અનો ખોટો પ્રચાર કરી રહી છે કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ સરકારના 100 થી 200 કરોડ વેડફાઈ ગયા. પરંતુ હકિકતમાં એવું નથી. સરકારે સવાલ કર્યો કે કોઈએ પણ વિપક્ષને સામો સવાલ ન કર્યો કે જે આંકડાઓ કહી રહ્યા છે તેના કોઈ આધાર પુરાવા છે. વિપક્ષ કઈ માહિતીના આધારે આક્ષેપ કરે છે કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ 100 કરોડ રૂપિયાનો ધૂમાડો થઈ ગયો.