Uncategorized

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ મુરલીધરની બદલી પર કાગારોળ મચાવનાર કોંગ્રેસને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દેખાડ્યો “બંધારણ નો અરીસો”

કોંગ્રેસ પક્ષ અને તેના તકવાદી નેતા દેશના દરેક મુદ્દાનો રાજકીય ઉપયોગ કરવામાં કોઇ કસર નથી છોડતા. ત્યારે વધુ એક વખત કોંગ્રેસે પોતાની દેશ વિરોધી માનસિકતા દર્શાવી છે અને દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ મુરલીધરના સ્થાનાંતરણ અંગે હંગામો શરૂ કરી દિધો છે. ત્યારે કોંગ્રેસની અફવાઓ અને ભ્રમણાઓને દૂર કરવા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ મેદાને આવી ગયા છે અને તેમણે આ સમગ્ર મુદ્દે કોંગ્રેસને બંધારણનો અરીસો દેખાડ્યો છે.

શું છે સત્ય ? :-

હકિકતમાં તો, ન્યાયાધીશ એસ.વાય.મુરલીધરની ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં સુપ્રિમ કોર્ટના કોલેજિયમની ભલામણ મુજબ બદલી કરવામાં આવી હતી. સામાન્ય રીતે ન્યાયાધીશની બદલી કરતી વખતે ન્યાયાધીશની સંમતિ પ્રાપ્ત થાય છે. ત્યારે સારી રીતે નિર્ધારિત કાર્યવાહીનું પાલન કરવામાં આવ્યું છે. અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 12 ફેબ્રુઆરીએ જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફરતની ભલામણ કરી હતી. જ્યારે 19 ફેબ્રુઆરીએ જ્યારે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

શું છે કોંગ્રેસનું કાવતરૂ ? : –

કોંગ્રેસ દ્વારા ફરી એકવાર ભાજપ સરકારને બદનામ કરી દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનું કાવતરૂ ઘડી રહી છે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એસ.મુરલીધરને દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ મોકલવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ આ નિર્ણયને પણ રાજકીય મુદ્દો બનાવવામાં લાગી ગઇ છે. કોંગ્રેસ દ્વારા લોકોને ભ્રમિત કરવામાં આવે છે કે, જસ્ટિસ મુરલીધર દિલ્હીના રમખાણોની સુનાવણી કરી રહ્યાં હતા અને દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યા હતા કે, ઉશ્કેરણીજનક ભાષણ આપનારા નેતાઓ પર એફઆઈઆર નોધવા પર ઝડપી નિર્ણય લેવામાં આવે. ત્યારે જસ્ટિસ મુરલીધરના આ નિર્ણયના કારણે મોદી સરકાર દ્વારા તેમની બદલી કરવામાં આવી છે.

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસને દેખાડ્યો સત્યનો અરીસો :-

એક તરફ કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયો પર સવાલો ઉઠાવામાં આવી રહ્યા છે તેવામાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસની ઝાટકણી કાઢતા ટ્વિટર પર જવાબ આપ્યો છે કે, કોલેજિયમે 12 ફેબ્રુઆરીએ જસ્ટીસ એસ.કે. મુરલીધરની બદલીની ભલામણ કરવામાં આવી હતી. આ પછી, સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા પછી ટ્રાન્સફર ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો.  આ સાથે જસ્ટિસ વિશે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટ પર તેમણે કહ્યું કે, ‘જસ્ટિસ લોયાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે સારી રીતે ઉકેલી લીધો છે. જે લોકો પ્રશ્ન ઉભા કરે છે તેઓ વિગતવાર દલીલો કર્યા પછી કોર્ટના નિર્ણયને માન આપતા નથી. શું રાહુલ ગાંધી પોતાને સુપ્રીમ કોર્ટથી ઉપર માને છે ?