તાજા સમાચારદેશ

અયોધ્યામાં “જય શ્રી રામ”ના નાદ સાથે નખાશે રામલલ્લાના મંદિરનો પાયો, કાલે જાહેર થઇ શકે છે ભૂમિપૂજનના મુહૂર્તની તારીખ

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે મોદી સરકાર દ્વારા રચવામાં આવેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસ (ટ્રસ્ટ) બીજી બેઠક શનિવારે એટલે કે 28મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. એ બેઠકો કરોડો રામ ભક્તો માટે ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે, આ બેઠકમાં રામ મંદિરના ભૂમિપૂજનનો મુહૂર્ત નીકળશે. સાથે જ આ બેઠકમાં બેઠકમાં ટ્રસ્ટની બિલ્ડિંગ બાંધકામ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રા પણ સામેલ થવાના છે.

રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસ (ટ્રસ્ટ) બીજી બેઠકના મીટિંગના એજન્ડામાં મંદિરના કદ અનુસાર નિર્માણમાં ફેરફાર, બાંધકામ માટેની વ્યવસ્થા, ખર્ચ અને ભંડોળ પર ચર્ચાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ માટે હનુમાન જયંતિ અથવા અક્ષય તૃતીયાના શુભ સમયમાં ગણવામાં આવી રહી છે અને આ બે માંથી એક શુભ મુહૂર્તમાં મંદિરનો પાયો ભૂમિપૂજન થઇ શકે છે.

ટ્રસ્ટની બીજી બેઠક પહેલા બિલ્ડિંગ કમિટી નુપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં 28 અને 29 ફેબ્રુઆરીએ બેઠક કરશે અને રામલાલા મંદિરના નિર્માણના તમામ મુદ્દાઓ પર વિચાર કરશે. જેમાં સૌ પ્રથમ જમીન, માપન અને જમીનની ગુણવત્તા ચકાસણીનો સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવશે. આ પછી, નકશા અને ડિઝાઇન અનુસાર સક્ષમ ઉત્પાદન કંપનીઓ પાસેથી ટેન્ડર મંગાવવામાં આવશે.