Uncategorized

કોંગ્રેસ પર કાયદાનો ગાળીયો કસાયો, શાહિન બાગમાં ભડકાઉ ભાષણ મુદ્દે કોંગ્રેસ નેતા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

નાગરિકા કાયદાને લઇને વિપક્ષ અને કેટલાક તકવાદી નેતાઓએ ફેલાવેલા અપ્રચારને કારણે દિલ્લી સહિતા અનેક રાજ્યોમાં હિંસાના બનાવો સામે આવ્યા છે.  ત્યારે નાગરિકતા કાયદા પર કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીઓને લઇને તેલંગાણા પોલિસે કોંગ્રેસ નેતા અને કવિ ઇમરાન પ્રતાપગઢી તથા અન્યા બે લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નાગરિકતા કાયદા પર કોંગ્રેસે  લોકોને ગેરમાર્ગે દોરવામાં કોઈ કચાશ નથી છોડી. ત્યારે હવે કોંગ્રેસ પર કાયદાનો ગાળીયો કસાયો છે અને તેલંગાણા પોલીસે કોંગ્રેસના નેતા અને કવિ ઇમરાન પ્રતાપગઢી અને અન્ય બે લોકો વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો આપતા કેસ દાખલ કર્યો છે. ઇમરાને નાગરિકતા વિરોધી સુધારો અધિનિયમ, રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરને લઇને હૈદરાબાદમાં રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટરમાં કહ્યું હતું કે, “મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ હૈદરાબાદમાં શાહીન બાગ જેવા દ્રશ્યો કેમ નથી.”

આ સાથે મુંબઈના રહેવાસી રમેશ સોલંકીએ મહિલા પત્રકાર રાણા અયુબ પર દિલ્હી હિંસા ભડકાવવાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે રાણા અયુબે સોશિયલ મીડિયામાં સમાજમાં નફરત ફેલાવવા અને દિલ્હીની હિંસા ભડકાવવાના ઉદ્દેશ્ય સાથે પોસ્ટ કર્યો છે.