તાજા સમાચારદેશ

યુપીના 1200થી વધુ ખેડૂતો રાતોરાત બન્યા કરોડપતિ, જેવર એરપોર્ટેથી ગામવાસીઓની લાઈફ થઈ લક્ઝુરીયસ

  • યુપીમાં જેવર એરપોર્ટનું કામ પુર જોશમાં
  • એરપોર્ટ માટે જમીન આપનાર ખેડૂતો રાતોરાત બન્યા કરોડપતિ
  • મોંઘીદાટ ગાડીઓ અને બૂલેટનું વધ્યું વેચાણ
  • ખેડૂતોએ જમીનો અને મ્યુચ્યુઅલ ફંડોમાં કર્યું ઈન્વેસ્ટમેન્ટ
  • દેશની પ્રગતિમાં સાથ આપીને ખુશખુશાલ ખેડૂતો

ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં જેવર એરપોર્ટ બનાવવા માટે આસપાસના છ ગામડાઓના ખેડૂતોની જમીનોનું અધિગ્રહણ કરાયુ. જેનાથી છ ગામના 1200થી વધુ  ખેડૂતો રાતોરાત કરોડપતિ બની ગયા. જેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે રોહી, પરોહી, કિશોરપુર, દયાનતપુર, રનહેરા અને બનવારીવાસ ગામોની 1344 હેક્ટર જમીનનું અધિગ્રહણ કરાયું. જમીનના બદલામાં 5,823 ખેડૂતોને કુલ 3,167 કરોડ રૂપિયા વળતર તરીકે ચૂકવાયા. જેમાંથી 1200થી વધારે ખેડૂતો એવા છે કે જેમને એક કરોડથી લઈને પાંચ પાચ કરોડ સુધીનું વળતર મળ્યું.

જૂઓ કેવું બનશે જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ

 

રોહી ગામના પ્રમુખ ભગવાન સિંહના જણાવ્યા પ્રમાણે ખેડૂતો પાસે પૈસા આવી ગયા પરંતુ તેનાથી કરવું શું તે એક મોટો સવાલ છે. જોકે ખેડૂતોના હાથમાં જમીનના પૈસા આવતા હવે ગામડાઓમાં નવી નવી લક્ઝ્યુરીયસ ગાડીઓની ખરીદી થઈ રહી છે..ગામના છોકરાઓ બુલેટ લઈને ફરતા થઈ ગયા. છેલ્લા ત્રણ દિવસની જ વાત કરીએ તો આ છ ગામડાઓમાં બુલેટ કંપનીએ કેમ્પ યોજીને 100થી વધુ બુલેટ વેચ્યા છે. ખેડૂતો જમીનના પૈસામાંથી અન્ય જગ્યાએ જમીનો પણ ખરીદી રહ્યા છે. 80 ટકા ખેડૂતોએ ગૌતમ બુદ્ધ જિલ્લાના અધિગ્રહણ મુક્ત ગામો ઉપરાંત બુલંદશહેર, અલીગઠ, અને બદાયુ વગેજે જેવા સ્થળોએ જમીનોમાં રોકાણ કરી રહ્યા છે. ગામડાઓમાં નાણાંકિય લેવડ દેવડ વધી જતા રાષ્ટ્રીયકક્ષાની ખાનગી અને સરકારી બેન્કોની બ્રાન્ચો ખુલી ગઈ છે.

સાંભળો એરપોર્ટ માટે જમીન આપનાર ગામવાસીઓને

જમીન અધિગ્રહણના વળતર મામલે કાગારોળ મચાવતા લોકોએ આવા ગામડાઓની મુલાકાત લેવા જેવી છે. અને જાતે જ નક્કી કરવાનું છે કે જમીનના વળતરથી ખેડૂતો કેટલા સમૃદ્ધ થઈ રહ્યા છે. ત્યારે એ સવાલ સ્વાભાવિક થાય કે શું ખેડૂતોને ગેરમાર્ગે દોરીને કેટલાક લોકો માત્ર રાજકીય રોટલા શેકી રહ્યા છે. આવા લોકોને ખેડૂતોનું જીવન ધોરણ ઉંચુ આવે તેની સાથે કોઈ લેવા દેવા નથી. એરપોર્ટ બનતા ન માત્ર આ વિસ્તારનો પરંતુ દેશનો વિકાસ પણ થઈ રહ્યો છે. સાથે જ અહીના લોકો હવે નોકરી નહી પરંતુ પોતાનો બિઝનેસ શરૂ કરી રહ્યા છે.