ગુજરાતદેશ

જાણો 64 લાખ પેન્શનધારકો માટે ઈપીએફઓનો મહત્વનો નિર્ણય

જો તમે એપ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનથી પેન્શન મેળવી રહ્યા છો તે તમારા માટે એક નવી સુવિધા શરૂ કરાઈ છે. આ સુવિધા હેઠળ તમે ઘરે બેઠા જ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશો. નિયમ પ્રમાણે પેન્શનધારકોને દર વર્ષે લાઈફ સર્ટિફિકેટના માધ્યમથી પોતે જીવીત હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવુ પડે છે. જેના લીધે પેન્શનધારકોને ઈપીએફઓમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડે છે.

પહેલા આ સુવિધા માત્ર ઓફલાઈન જ હતી પરંતુ હવે ઈપીએફઓએ ઓનલાઈન લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાનો વિકલ્પ આપ્યો છે. ઈપીએફઓના જણાવ્યા પ્રમાણે પેન્શનધારકો પોતાની અનુકૂળતાએ વર્ષના કોઈ પણ દિવસે ઓનલાઈન માધ્યમથી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. સર્ટિફિકેટ જમા કરાવ્યાના એક વર્ષ સુધી તે સર્ટિફિકેટ વેલિડ રહેશે.

 

મહત્વનું છે કે પેન્શનધારકોને લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું અનિવાર્ય છે. દેશભરમાં લગભગ 64 લાખ લોકોને દર વર્ષે લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવું પડે છે. પરંતુ હવે ઓનલાઈન સુવિધાથી લાખો પેન્શનધારકોને ફાયદો મળશે.