તાજા સમાચારદેશ

દિલ્હીમાં ‘આપ’ તો પથ્થરબાજ નિકલે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનના ઘરેથી મળ્યો પેટ્રોલ બોમ્બ, પથ્થરોનો જથ્થો

નોર્થ ઈસ્ટ દિલ્હીના ખજૂરીમાં હિંસા ભડાકાવવામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હોવાની આશંકા છે. તેમના પર શંકા ત્યારે વધુ પ્રબળ થઈ જ્યારે તાહિર હુસૈનના ઘરેથી ગિલોલ, પેટ્રોલ બોમ્બ, અને મોટી માત્રામાં પથ્થરો મળ્યા. આજ ઘરનો વીડિયો પહેલા પણ સામે આવ્યો હતો જેમાથી સતત પથ્થર અને પેટ્રોલ બોમ્બનો મારો ચાલ્યો હતો. આઈબી સ્ટાફ અંકિત શર્માની હત્યા પાછળ  અંકિતનો પરિવાર પણ આ ઘરની છત પર હાજર લોકોને જવાબદાર ઠેરવે છે.

દિલ્હીમાં માહોલ શાંત થતા કેટલાક મીડિયાકર્મીઓ તાહિર હુસૈનના ઘરની છત પર પહોચ્યા તો ત્યાં પથ્થરો જ નજરે પડ્યા. મોટા મોટા પથ્થરોને તોડીને નાના પથ્થરો બનાવાયા સાથે જ ગિલોલ પણ મળી આવી અને કોલ્ડડ્રીંકની બોટલોમાં પેટ્રોલ ભરેલુ હતુ જેના પર કપડુ લગાવીને પેટ્રોલ બોમ્બ બનાવવાની કોશિશ કરાઈ.

જોકે તાહિરનો દાવો છે કે પોતાના ઘરેથી કોણ બોમ્બ ફેકી રહ્યુ હતુ તેની તેને ખબર નથી અને પોતે આ મામલે કંઈ જાણતો નથી.