તાજા સમાચારદેશમનોરંજન

રાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક ભારત મુલાકાત પૂર્ણ થઈ છે. પરંતુ આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરનું આયોજન કરાયુ જેમાં ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ, પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને જમાઈ જેરેડ પણ હાજર રહ્યા.

પાર્ટીમાં ઈવાન્કા ટ્રમ્પ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી.

ડીનર પાર્ટીમાં ઈવાન્કાએ ભારતીય ડિઝાઈનર રોહિત બલે ડિઝાઈન કરેલો ટ્રેડિશન ડ્રેસ પહોર્યો હતો.

ઈવાન્કાએ ફૂલ લેન્થ અનારકલી સૂટ પહેર્યો હતો જે રોહિતે સિગ્નેચર ફ્લોરલ એબ્રોયડરીમાંથી બનાવ્યો હતો.

ખાસ કરીને સૂટની બાયો પર સોનાના તારોથી કરાયેલી એબ્રોયડરીએ સૂટને ચાર ચાંદ લગાવી દીધા

આ અનારકલી સૂટ રોહિતના ગુલદસ્તા કલેક્શનમાંથી હતો જેને વર્ષ 2018માં લોન્ચ કરાયો હતો

રોહિતે પોતાના એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યુ કે ગુલદસ્તા મારા દિલની ખુબ જ નજીક છે માટે જ તેમા કાશ્મીરી ગુલાબ અને સુરજમુખીનો ઉપયોગ કર્યો છે.

પોતાના લુકને પુરો કરવા ઈવાન્કાએ હાઈ હીલ્સ સાથે ટીમઅપ કર્યુ હતુ.