તાજા સમાચારદેશ

દિલ્હીમાં સીએએના વિરોધકર્તાઓએ કરેલી હિંસાને ચીફ ઈમામ ઓફ ઇન્ડિયા સહિત જામા મસ્જિદના ઈમામે પણ વખોડી

સીએએ વિરોધની આડમાં હિંસા પર ઉતરી આવેલા પ્રદર્શનકારીઓ સામે ચીફ ઈમામ ઓફ ઈન્ડિયા ડૉ. ઈમામ ઉમેર અહેમદ ઈલ્યાસીએ વખોડી છે. તેમણે કહ્યુ કે ભારતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉપસ્થિતિ હોય તેવા સમયે આપણે સ્થિતિને યોગ્ય કરવાની જગ્યાએ વધારે બગાડી રહ્યા છીએ. જેનું ખૂબ જ દુખ છે. ઈમામના મતે ધર્મ, જાતિ પંથ અને પ્રાર્થના કરવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે પરંતુ સૌથી મોટો ધર્મ તો માણસાઈનો છે. પૂર્વ વિસ્તારોમાં જે લોકો આવુ કરી રહ્યા છે તેનાથી દેશની છાપ ખરડાઈ રહી છે.

તો જામા મસ્જિદના ઈમામ અહેમદ બુખારીએ કહ્યુ કે આ મામલાનું શાંતિથી ઉકેલ આવે તેવો પ્રયાસ કરવો જોઈએ અને હિંસાની ઘટનાઓ તાત્કાલિક અટકવી જોઈએ. તેમણે લોકોને માનવતા અને માણસાઈના આધારે શાંતિ રાખવાની અપીલ કરી. જ્યારે ફતેપુરી મસ્જિદના ઈમામ મુકર્રમે કહ્યુ કે જે લોકો હિંસા ફેલાવી રહ્યા છે એ લોકો અમારી અપીલ નહી માને. એકબીજા કોમના લોકો વચ્ચે ભાઈચારો વધે તે માટે અમે અપીલ કરી રહ્યા છીએ.