તાજા સમાચારગુજરાત

ગુજરાત બજેટ : નાણામંત્રી નિતિન પટેલે વર્ષ 2020 -21 માટે 2,17,287 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું

198views

આજે બુધવારથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું છે. જેમાં તેમણે વર્ષ 2020 -21 માટે 2,17,287 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે 7વાર બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે અને તેઓ આજે 8મી વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કરશે.

કૃષિક્ષેત્રે 7423 કરોડ કુલ જોગવાઈ :- 

  • ખાતેદાર ખેડૂતોને અકસ્માત વીમા હેઠળ 72 કરોડની જોગવાઈ
  • કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં 7423 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળે તે માટે 1000 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને પાક વિમાનું પ્રીમિયમ ભરવા 1190 કરોડની જોગવાઈ
  • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને તેને સંલગ્ન પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડની જોગવાઈ
  • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 34 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને દિવસ દરમિયાન વીજ જોડાળ પૂરા પાડવા માટે 500 કરોડની જોગવાઇ.
  • સૂર્ય ગુજરાત યોજના માટે 912 કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે બજેટમાં ૩૦૦ કરોડની જોગવાઈ :- 

  • બજેટમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરાઈ
  • પશુપાલન માટે નાના ગોડાઉન બનાવવા સહાય કરાશે
  • એકમ દીઠ ૩૦ હજાર સહાયની યોજના
  • ખેડૂતોએ આ બાંધકામ માટે એને લેવાનું રહેશે નહીં
  • મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે બજેટમાં ૩૦૦ કરોડની જોગવાઈ

દિવ્યાંગોને સહાય :-

  • નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ હવે 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવાશે.
  • 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવાશે.
  • વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરાશે. ક્લાઈમેટ ચેન્જ માટે 1019 કરોડની જોગવાઈ.

શિક્ષણ વિભાગ માટે 31,955 કરોડની જોગવાઇ : –

  • 500 શાળાઓને સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવાશે.
  • શાળાઓમાં સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઇ આપી છે.

ગૃહ વિભાગ માટે 7503 કરોડની જાહેરાત :-

  • વિશ્વાસ પ્રોજેક્ટ માટે સીસીટીવી 111 કરોડ
  • મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડ નિર્ભયા ફંડ
  • પોલીસ આવાસ માટે 288 કરોડ

પાણી પુરવઠા માટે બજેટમાં રૂપિયા 4317 કરોડની જોગવાઇ : –

  • 17 લાખ ઘરોમાં પાણીની પાઇપલાઇ માટે રૂપિયા 724 કરોડ ફાળવાયાં છે.
  • નલ સે જળ અભિયાન અંતર્ગત 1000 કરોડના કામ હાથ ધરાશે.
  • સૌરાષ્ટ્ર માટે નાવડા, બોટાદ, ગઢડા માટે 1400 કરોડના કામ થશે.
  • રી યૂઝ વોટર માટે 100 કરોડની જોગવાઇ.
  • ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણી વિતરણ માટે 240 કરોડ, નવા ચેકડેમ બનાવવા રૂપિયા 366 કરોડની જોગવાઇ અને જ્યારે કૃષિ યુનિવર્સિટી, કૃષિ સંશોધન માટે 750 કરોડની જોગવાઇ કરવામાં આવી.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1397 કરોડની જોગવાઇ : – 

  • જાહેર પરિવહન માટે 895 નવી બસો સેવામાં મુકવામાં આવશે.
  • બસોની ખરીદી માટે રૂપિયા 240 કરોડની ફાળવણી કરવામાં આવી.
  • 7 નવા બસ સ્ટેશન બનાવવા માટે 30 કરોડની જોગવાઇ.
  • અલંગ શીપ રિસાઇક્લિંગ યાર્ડનું આધુનિકરીણ કરાશે.
  • અલંગ શીપ યાર્ડના આધુનિકીકરણ માટે રૂપિયા 715 કરોડની ફાળવણી કરાઇ.
  • 70 શિપ રિસાઇક્લિંગ પ્લોટ અપગ્રેડ કરાશે.
  • 15 નવા પ્લોટ બનાવવામાં આવશે.

આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,243 કરોડની જોગવાઇ

  • સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે 2000 કરોડની જોગવાઇ કરાઇ છે.
  • મુખ્યમંત્રી અમૃતમ મા-મા વાત્સલ્ય યોજના માટે 1105 કરોડ, આયુષ્યમાન ભારત PM જન આરોગ્ય યોજના માટે 450 કરોડ, અર્બન હેલ્થ સેન્ટર માટે 80 કરોડની જોગવાઇ.
  • રાજ્યમાં 3 નવી મેડિકલ કોલેજો બનશે. નવસારી, રાજપીપળા, પોરબંદરમાં મેડિકલ કોલેજ બનશે. કોલેજોના નિર્માણ માટે 125 કરોડની જોગવાઇ.
  • SSG  હોસ્પિટલમાં નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે. 180 કરોડના ખર્ચે નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે.
  • 108 એમ્બ્યુલન્સ માટે નવી 150 એમ્બ્યુલન્સ ખરીદાશે.
  • 150 એમ્બ્યુલન્સ ખરીદવા 27 કરોડની જોગવાઇ કરાય છે.
  • સોલા અમદાવાદ ખાતે લેગ્વેજ પેથોલોજી કોર્ષ શરૂ થશે.
  • સોલા અમદાવાદ ખાતે કોકલીયર ઇમ્પલાન્ટ સેન્ટર કાર્યાન્વિત થશે.

પશુપક્ષીઓ માટે વિષેશ સહાય :- 

  • મૂંગા પશુપક્ષીઓની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સ 1962ની સેવા 31 શહેરોમાં શરૂ કરવામાં આવી છે.
  • અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભાવનગરમાં આ સેવા સુદ્રઢ કરવા માટે કુલ 13 કરોડની જોગવાઇ કરવામાં આવી.

સ્માર્ટ સિટી માફક સ્માર્ટ ટાઉ બનાવામાં આવશે : – 

  • રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ સીટી માફક સ્માર્ટ ટાઉન બનાવવા રૂપિયા 4544 કરોડની જોગવાઇ.
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જાહેરાત કરવામાં આવી.
  • નગરપાલિકાઓમાં ફલાય ઓવર બનાવવા માટે 500 કરોડ ફાળવ્યાં છે.
  • ગામડાઓને શહેરોમાં સમાવવા માટે 250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • સુરત મેટ્રો પ્રોજેક્ટ અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ માટે 406 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • ટ્રાફિક સમસ્યાની હળવી કરવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ.
  • ગામડાઓના વિકાસ માટે રૂપિયા 250 કરોડની ફાળવણી કરવામાં આવી.
  • વરસાદી પાણીના નિકાલ પરિવહન માટે રૂપિયા 800 કરોડની ફાળવણી કરાઇ.
  • ફાયર સ્ટેશનો માટે આધુનિક સાધનો વસાવવા માટે 106 કરોડની જોગવાઇ કરાઇ.

મહિલાઓ માટેની જોગવાઇ :-

  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે અંદાજિત 5 લાખ લાભાર્થી વિધવા બેહનોને સહાય આપવા માટે 500 કરોડની જોગવાઇ.
  • બેટી બચાવો બેટી ભણાવો અંતર્ગત વ્હાલી દીકરી યોજના માટે 50 કરોડની જોગવાઇ.
  • મહિલા હેલ્પલાઇન દીકરીઓ અને બહેનોની મદદ માટે 12 કરોડની જોગવાઇ છે.
  • આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં બાળકો, ઘાત્રી માતાઓ સહિત અંદાજિત 30 લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફતે ફ્લેવર્ડ દૂધ આપવા માટે કુલ 342 કરોડની જોગવાઇ છે.

વિદ્યાર્થીઓ માટે ખાસ જોગવાઇ : – 

  • ધો. 1થી 8નાં આશરે 43 લાખ બાળકોને મદ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે 980 કરોડની જોગવાઇ.
  • કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત 200 કરોડની જોગવાઇ.
  • મા અને વાત્સલ્ય યોજના હેઠળ આશરે 77 લાખ કુટુંબની નોંધણી થયેલ છે. જે માટે 1105 કરોડની જોગવાઇ છે.

રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે 753 કરોડ ફાળવાયાં : –

  • નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે 117 કરોડની ફાળવણી કરાઇ.
  • માનસિક દિવ્યાંગને માસિક રૂપિયા 600થી વધારીને 1000 રૂપિયા સહાય કરવામાં આવશે.
  • પાલક માતા-પિતા યોજના માટે 50 કરોડ, જ્યારે જૂનાગઢ-રાજકોટમાં નવા ચિલ્ડ્રન હોમ્સ માટે 6 કરોડ, બિનઅનામત શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમ માટે 500 કરોડ ફાળવવામાં આવ્યાં છે.

કરવેરામાં રાહત : – 

  • ધાર્મિક સ્થળોએ પરનો વીજ કર હાલ 25 ટકા છે જે ઘટાડીને ગ્રામ્ય વિસ્તારોમાં 7.5 ટકા અને શહેરી વિસ્તારોમાં 15 ટકા
  • ધર્મશાળા પર 25 ટકાથી ઘટાડીને 15 અને 10 ટકા કરાયો
  • બજેટમાં દરખાસ્ત બાદ પુરાંત રૂ 605.43 કરોડ

વીજ કરમાં સૂચિત રાહત રૂ 330.16 કરોડ :- 

  • એકંદરે અંદાજિત પુરાંત રૂ. 275.57 કરોડ
  • વેપારી અને વાણિજ્યિક વર્ગ સહિત ની કેટેગરી પાર વિજકર 25 ટકા માથી 20 કરાયો
  • 202 જેટલી યોજનાઓ 100 ટકા મહિલાલક્ષી
  • મહિલાઓની સહભાગિતા ના ટકાવરીમાં 30 થી 99 ટકા હોય તેવી 631 યોજના
  • 2019-20 ની સરખામણી માં 2020-21 ના જેન્ડર બજેટમાં 15077.41 કરોડનો વધારો