તાજા સમાચારગુજરાત

ગુજરાત બજેટ 2020-21: જગતના તાત માટે રાજ્ય સરકારે જાહેર કરી અનેક ખેડૂતલક્ષી જોગવાઇ

64views

નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે આજ રોજ ગુજરાતનું વર્ષ 2020 -21 નું બજેટ રજૂ કર્યું છે. જેમાં ખેડૂતો માટે અનેક મહત્વપૂર્ણ જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના ખેડુતો ગાયનું સંવર્ધન કરે અને ગાય આધારિક કૃતિકખેતી તરફ વડે તે માટે રાજ્ય સરકારે અંદજે 50 હજાર ખેડુતો માટે ગાયદીઠ મહિને રૂપિયા 900ના નિભાવ ખર્ચની બજેટમાં જાહેરાત કરી છે.

બજેટ 2020 -21માં શું છે ખેડૂતો માટે ખાસ : –

 • પશુપાલન માટે નાના ગોડાઉન બનાવવા એકમ દીઠ 30 હજારની સહાય
 • મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે બજેટમાં 300 કરોડની જોગવાઈ
 • કૃષિ યાંત્રિકીકરણ માટે 235 કરોડની જોગવાઈ
 • ખેડૂતોને ટ્રેક્ટર તેમજ ઓજારોની ખરીદી માટે સહાય કરાશે
 • 39 હજાર કરોડના કૃષિ ધિરાણ ઉપર શૂન્ય ટકા વ્યાજ
 • ખેતરમાં ગોડાઉન માટે 30 હજારની ખેડૂતોને સહાય અપાશે
 • ખેડૂતોને ટ્રેકટર માટે 235 કરોડની સહાય અપાશે
 • ખેડૂતને ખેતરમાં ગોડાઉન બનાવવા માટે NA નહી કરાવવું પડે
 • ખેડૂતોને ટ્રેકટર માટે 32 હજારની સહાય અપાશે
 • ગાય આધારિત ખેતી માટે દર વર્ષે 10 હજારની સહાય
 • એક ગાય દીઠ મહીને 900 રૂપિયા સહાય અપાશે
 • ગાય દીઠ ખેતી માટે 50 કરોડની જોગવાઈ
 • દાડમ, કેરી જેવા ફળોને માર્કેટ માટે 75 હજારથી એક લાખની સહાય
 • ખેડૂતોને હળવા કરવા વાહનની ખરીદી માટે 50થી 75 હજાર સુધીની સહાય
 • ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે ધિરાણ માટે 1 હજાર કરોડ
 • પાક વીમાનુ પ્રિમિયમ ભરવા માટે 1190 કરોડની જોગવાઈ
 • કૃષિ અને વિવિધ પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ
 • ગોડાઉન-સ્ટોરેજ સ્ટ્રક્ચર માટે 300 કરોડની જોગવાઈ
 • સ્ટ્રક્ટરના એકમ દીઠ સરકાર 30 હજારની સહાય કરશે
 • સૌની યોજનાના બીજા તબક્કામાં વધારાના 1,710 કરોડની નવી જોગવાઈ
 • ખાતેદાર ખેડૂતોને અકસ્માત વીમા હેઠળ 72 કરોડની જોગવાઈ
 • કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં 7423 કરોડની જોગવાઈ
 • ખેડૂતોને પાક વીમાનું પ્રિમિયમ ભરવા 1190 કરોડની જોગવાઈ
 • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 34 કરોડની જોગવાઈ
 • કૃષિ યુનિવર્સિટી, કૃષિ સંસોધન માટે 750 કરોડની જોગવાઈ